છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ આઠ નક્સલીઓને ઠાર માર્યાં
નવી દિવસઃ છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. અબુઝમાદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. અબુઝમાદના કુતુલ ફરસાબેદા કોડમેટા વિસ્તારમાં સૈનિકોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે. નક્સલવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો અને બે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસ્તર ડિવિઝનના જગદલપુર, કાંકેર, દંતેવાડા, કોંડાગાંવના 1400 ડીઆરજી અને એસટીએફના જવાનો શોધખોળમાં લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 161 દિવસમાં 141 નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા પણ વધી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી નક્સલવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે.