હવામાન નિષ્ણાંતો વરસાદ અને વાવાઝોડાની આગાહી કેવી રીતે કરે છે જાણો…
નવી દિલ્હીઃ આજના સમયમાં વરસાદ ક્યારે પડશે, વધુ પવન કે વાવાઝોડું આવશે કે નહિ, વગેરે માહિતી આપણને હવામાન ખાતા દ્વારા તુરત મળી જાય છે. આધુનિક સેટેલાઈટ દ્વારા આ તમામ માહિતી મેળવવી સરળ બની ગઈ છે. Windy, accuwether, સહિતની વિવિધ વેબસાઈટ હવામાનમાં થતા નાનામાં નામા ફેરફાર પણ દર્શાવી શકે છે. જે વરસાદ, કલાઇમેટ ચેન્જ, તાપમાન, ઠંડી ગરમી , ખગોળીય ઘટનાઓ સહિતની માહિતી સચોટ રીતે પૂરી પડે છે. પરંતુ આ ટેકનોલોજી જયારે પહેલાના સમયમાં નહોતી ત્યારે આગાહી કઈ રીતે થતી હશે? વરસાદ કેટલો પડશે તેની આગાહી કઈ રીતે થતી હશે? તો તે આજે જાણીએ , વરસાદ પડવાની આગાહી આગાહીકારો ગ્રહો, નક્ષત્રો, અને વરસાદ પડતા પહેલા કેવા પ્રકારની પ્રક્રિયા પ્રકૃતિ દ્વારા થાય છે. તેને આધારે નક્કી કરતા અને આજે પણ કરે છે. અંબાલાલ પટેલ સહિતના આગાહીકારો પણ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને ધ્યાનમાં લે છે .
એક માહિતી અનુસાર આકાશમાં બંધાતા ગર્ભને લઈને આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવે છે આગાહીકારોના મતે દરેક નક્ષત્ર એટલે કે, આદ્રા નક્ષત્રથી લઈને તમામ નક્ષત્રને ધ્યાનમાં લેતા હોય છે અને વર્તારો કરતાં હોય છે.
આગાહીકારો દ્વારા વનસ્પતિ તથા પક્ષીઓની ચેષ્ઠા, આ સાથે અખાત્રીજનો પવન, હોળીની ઝાળ, ટીટોડીનાં ઈંડા, આંબા તથા લીંબોડી – લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે. આગાહીકારો પોતાની કોઠાસૂઝ અને વિજ્ઞાન પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવતા હોય છે. વરસાદને તેઓ આનામાં માપતા હોય છે જેમકે આ વર્ષે વરસાદ ૧૪ આની થશે કે ૧૬ આની થશે. પહેલાના સમયમાં ૧૬ આના બરાબર ૧૦૦ ટકા હતા. ૧૬ આની બરાબર એક રૂપિયો થતો હતો. આમ જો કહીએ કે વરસાદ ૧૦૦ ટકા જેટલો પડશે તેને આગાહીકાર ૧૬ આની વરસાદ પડશે એમ કહે.