ફરવા પણ જવુ છે અને પૈસા પણ બચાવવા છે તો અજમાવો આ ટ્રિક્સ
ફરવા જવુ કોણે પસંદ નથી હોતુ, હરેક દુનિયાના ખૂણે ખણે ફરવા માગે છે. પણ બજેટ હંમેશા વચ્ચે આવી જ જાય છે. જાણો એવી ટિપ્સ વિશે જેની મદદથી તમે ફરવાની સાથે સાથે બચત પણ કરી શકો છો.
તમે જ્યારે પણ ફરવા જાઓ છો તો ડેસ્ટિનેશનને લઈ રિસર્ચ જરૂર કરો. દેખો કે તે ડેસ્ટિનેશન પર ખાવા –પીવાની અને રહેવાની તમામ વ્યવસ્થાઓ છે. તેના હિસાબે તમારુ બજેટ બનાવી લો, જે જમારા ખિચા પર ભારે ના પડે.
એક વાર તમે ડેસ્ટિનેશન પસંદ કરી લો ત્યા માટે બુકિંગ એડવાન્સમાં કરી શકો છો. જેવી રીતે ફ્લાઈટની ટિકિટ પહેલા કરાવવાથી સસ્તી મળ છે. સાથે ટ્રેનની ટિકિટ તમે નોર્મલ રિઝર્વેશનમાં પણ બુક કરાવી શકો છો, જેના પછી તાત્કાલિક બુકિંગ નથી કરાવુ પડતુ. આનાથી ઘણી બચત થાય છે.
તમારા મનપસંદ ડેસ્ટિનેશન પર જવા પહેલા ત્યાની હોટલ વગેરેને લઈને ઈન્ટરનેટ પર સરખી રીતે સર્ચ કરવું જોઈએ. આની મદદથી તમે આર્થિક અને સારા વિકલ્પો મેળવી શકો છો. જો પીક સીઝનમાંહોટલ બુક કરો છો તો તમારે વધુ પૈસા આપવા પડશે.
ફરવાની સાથે સાથે તમે ખાવા પીવામાં પણ પૈસા બચાવી શકો છોએના માટે તમારે મોંઘી હોટલો અને રેસ્ટોરન્ટની જગ્યાએ સ્ટ્રીટ ફૂડ પર વધારે ફોકસ આપો. આનાથી સસ્તુ ખાવાની સાથે લોકલ ફૂડનો સ્વાદ પણ સરતાથી મળશે. પણ સ્ટ્રીટ ફૂડ લેવાની પહેલા ખાવાની ક્વોલિટી જરૂર ચેક કરો.