અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુરૂવારે સાંજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આવતી કાલે વિશ્વ યોગ દિનની ગુજરાતભરમાં ઊજવણી કરાશે. જેમાં અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં અમિત શાહ ભાગ લેશે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાથી 7.44 લાખની વિક્રમી લીડ સાથે વિજયી થયેલા અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રાલયની બીજી વખત જવાબદારી સંભાળનારા અમિત શાહ આજે ગુરુવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડને પગલે ભાજપે ગુજરાતમાં વિજયોત્સવ કે કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હોવાથી આજે સાંજે એરપોર્ટ ખાતે કોઈ ભવ્ય સ્વાગત વગેરે કાર્યક્રમ યોજાશે નહીં. આવતી કાલે 21મી જુનના યોગદિને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે હાજરી આપશે.
ગુજરાતમાં આવતી કાલે વિશ્વ યોગદિનની ઊજવણી કરાશે. રાજયકક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતે બીએસએફના સહયોગથી યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. જ્યારે કેન્દ્રિય મંત્રી અમિત શાહ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગાટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. કાલે શુક્રવારે બપોર પછી અમીત શાહ પોતાના મતવિસ્તારના નારણપુરા, વસ્ત્રાપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માર્ટ સ્કુલોની મુલાકાત લેશે. આ ઉપરાંત 30 જેટલી સ્માર્ટ સ્કુલોનું ઈ લોકાર્પણ કરશે. તેમજ નારણપુરા અનુપમ સ્કુલના પટાંગણમાં જ યોજાનારા કાર્યક્રમમાં અમીત શાહ જાહેરસભાને સંબોધન કરશે. (File photo)