1. Home
  2. ગુજરાતી
  3. સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો
સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો

સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો

0
Social Share

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં ગરમીના કારણે હજ પર જઈ રહેલા કેટલાક લોકોના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 1000 થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ લોકોના મૃત્યુનું કારણ અતિશય ગરમી અને લૂ માનવામાં આવે છે. મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, ત્યાંના તીર્થયાત્રીઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે, પરંતુ હવે આ અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘણા દેશોએ ખુલાસો કર્યો છે કે, હજ દરમિયાન મૃત્યુ પામેલા મોટાભાગના લોકો એવા હતા જેઓ મહિનાઓ પહેલા પ્રવાસી વિઝા અથવા વિઝિટ વિઝા દ્વારા મારફતે સાઉદી અરેબિયા આવ્યા હતા. સૌથી વધુ મૃત્યુ ઇજિપ્તવાસીઓના થયાનું જાણવા મળે છે.

ટ્યુનિશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમના દેશના મૃત્યુ પામેલા તમામ લોકો પર્યટન, મુલાકાત અથવા ઉમરાહ વિઝા દ્વારા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. તેમની પાસે સત્તાવાર હજ પરમિટ નહોતી. દરમિયાન જોર્ડનના વિદેશ મંત્રાલયે પણ આ જ વાત કહી છે. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા અથવા ગુમ થયેલા તમામ જોર્ડન લોકો સત્તાવાર રીતે હજ માટે ગયા ન હતા. જોર્ડને વધુમાં કહ્યું કે, અહીંના લોકો હજની સત્તાવાર પ્રક્રિયાને બાયપાસ કરીને સાઉદી અરેબિયા ગયા હતા. અધિકૃત રીતે ત્યાં ગયેલા લોકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી. ઘણા લોકોએ તડકામાં પગપાળા લાંબા અંતર કાપ્યું હતું. ભારે ગરમીને કારણે અનેક મૃત્યુ પામ્યા અને ઘણા લોકો બીમાર પડ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો છે. સોમવારે મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ વર્ષે 18 લાખ લોકો સાઉદી અરેબિયા પહોંચ્યા છે.

આરબના એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે, ઇજિપ્તના યાત્રાળુઓમાં મૃત્યુનું મુખ્ય કારણ ગરમી છે, જે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે. એક રાજદ્વારીએ જણાવ્યું કે પાકિસ્તાનથી આવેલા લોકો પૈકી અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code