અમદાવાદના સિન્ધુભવન રોડ પર પોલીસની મેગા ડ્રાઈવ,લકઝરી કાર, કેફે અને હોટલોમાં કરાયું ચેકિંગ
અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ મધરાત બાદ નબીરાઓ માટે મોકળુ મેદાન બની જતો હોય છે. લકઝરી કારો પૂરફાટ દોડાવીને રોડ પર આતંક મચાવતા નબીરાઓને પાઠ ભણાવવા માટે પોલીસે મેગા ડ્રાઈવ યોજી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. જેમાં નશીલા પદાર્થોના વેચાણ, સેવન, હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરાં, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ લકઝરી કારોને રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
શહેરના સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તથા સ્ટંટ કરતા નબીરાઓના સોશ્યલ મિડિયામાં વીડિયો વાયરલ થતા હોય છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશીલા પદાર્થોના વેચાણ, સેવન, હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરાં, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, બે ડીસીપી, 10 એસીપી, 10 પીઆઈ, 20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી કાર પણ ચેક કરવામાં આવી હતી. કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા કારના કાચ પરથી ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો સિંધુભવન રોડ પર આવેલા અલગ-અલગ રેસ્ટોરાં, કેફે અને હોટલમાં પણ ચેકિંગ માટે ગઈ હતી.પોલીસ દ્વારા કેફેમાં ખાસ ડ્રગ્સનું સેવન કે વેચાણ થતું હોય તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ ઈસમોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કોઈની પાસે હથિયાર છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.