1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ: સુરતની ટેક્સટાઇલ એમએસએમઈ દ્વારા એનર્જી એફિશિયન્સી અને ફાઇનાન્સ વર્કશોપ માટેની તૈયારીઓ
આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ: સુરતની ટેક્સટાઇલ એમએસએમઈ દ્વારા એનર્જી એફિશિયન્સી અને ફાઇનાન્સ વર્કશોપ માટેની તૈયારીઓ

આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ: સુરતની ટેક્સટાઇલ એમએસએમઈ દ્વારા એનર્જી એફિશિયન્સી અને ફાઇનાન્સ વર્કશોપ માટેની તૈયારીઓ

0
Social Share

અમદાવાદ/સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગમાં એનર્જી એફિશિયન્સીને આગળ વધારવાના પ્રયાસરૂપે, 27 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય એમએસએમી દિવસ નિમિત્તે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા), ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (એસજીટીપીએ), અને ડબ્લ્યૂઆરઆઈ ઇન્ડિયા દ્વારા સહયોગ સાધીને સુરત ખાતે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી અને એકસેસિંગ ફાઇનાન્સ વર્કશોપ આયોજિત કરવામાં આવ્યું છે.

ભારતની ટેક્સટાઇલ પાવરહાઉસ તરીકે ઓળખાતી, સુરતની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમી) ને આ આયોજનનો લાભ મળશે, જે ટેક્નોલોજી પ્રદાતાઓ અને ફાઇનાન્સિંગ એજન્સીઓ સાથે આ પ્રયાસ ને સરળ બનાવે છે.

૮૦ થી વધારે   ટેક્સટાઇલ એમએસએમી એસોસિએશન ના પ્રતિનિધિઓિ, ટેક્સટાઇલ એમએસએમી ના માલિકો, એનર્જી એફિશિયન્ટ ટેક્નોલોજી ની કંપની કંપનીઓ અને બેન્કો, જેમ કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સીડબી) ને એકસાથે લાવીને સંવાદો કરવા નો ઉદ્દેશ્ય છે.

આ વર્કશોપ ટેક્સટાઇલ એમએસએમી તેમના ટકાઉવિકાસ માટે જરૂરી તેવી એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી, નાણાકીય સગવડ અને ઉપયોગ બાબતના જ્ઞાન સુધી પહોંચવાની તક પૂરી પાડશે. તે ઉપરાંત, એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજીનુ અમલીકરણ કરવાથી ટેક્સટાઈલ એમએસએમી ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે, જેને પરિણામે એનર્જી વપરાશમાં ઘટાડો, ઉત્પાદકતામાં સુધારો, અને પર્યાવરણના નિયમનકારી પૂર્તતા સુનિશ્ચિત થાય છે  અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ટેક્સટાઈલ મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટર (ટેક્નિકલ), સૌરભ સિંહા, જીપીસીબીના રિજનલ ઓફિસર ડો. જીજ્ઞાશા ઓઝા અને જેડા વરિષ્ઠ પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ અમિતા પંડ્યાનો સમાવેશ થાય છે, તેઓ ટેક્સટાઇલ ક્ષેત્રમાં એનર્જી એફિશિયન્સી અને તેના લાભ અંગે તેમની મંતવ્યો શેર કરશે. તે ઉપરાંત, એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા, ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણથી આ મુદ્દા પર તેમના મંતવ્યો શેર કરશે.

આ કાર્યક્રમ ડબ્લ્યૂઆરઆઈ ઇન્ડિયાની   પહેલનો એક ભાગ છે , જેને એરીસ ચેરિટેબલ ફાઉન્ડેશનના ક્લાઇમેટ રેઝિલિયન્ટ એમ્પ્લોઇઝ ફોર એ સસ્ટેનેબલ ટુમોરો (સીઆરઈએસટી) પહેલ દ્વારા સહયોગ પ્રદાન કરવામાં આવ્યો છે. 28 ઓગસ્ટ, 2023 ના રોજ લૉન્ચ કરાયેલ રાઇઝ-સુરતનો પ્રાથમિક ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 50 એમએસએમઈ અને 500 કામદારોને ભારતમાં કાર્બન ઉત્સર્જન ના પ્રમાણને ઓછુ કરવાનો  માટે જરૂરી સાધનો, જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરવાનો છે.

 ડબલ્યુઆરઆઈ ઇન્ડિયાએ, જીપીસીબી અને એસજીટીપીએ સાથે મળીને, રાઇઝ-સુરત પહેલના ચારેય મૂળભૂત સ્તંભોમાં કૌશલ્ય પ્રશિક્ષણની શરૂઆત કરી દીધી છે – જળવાયુની અસર ઓછી કરવા, કૌશલ્ય દક્ષતા વધારવા અને આર્થિક સહયોગ માટે  – આ આયોજન એમએસએમી ને ઓછા કાર્બન ઉત્સર્જન ઉદ્યોગો તરફ આગળ વધારવા માટે જરૂરી સહયોગ પ્રદાન કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code