- રાષ્ટ્રપતિએ સરકારના કર્યા વખાણ
નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને કર્યું સંબોધન…. ૫૦ મીનીટના અભિભાષણમાં ભારતની પ્રગતિ, આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારનાં વખાણ…
- અડવાણીને હોસ્પિટલમાંથી અપાઈ રજા
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતાં ઐમ્સ માંથી આપી રજા.. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ…
- રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યમાં આઠ જિલ્લામાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત…
- કાવાલડમાં ધોધમાર વરસાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ….. પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ગામેગામ ભરાયા પાણી…
- સુનિતા વિલિયમ્સને પરત લવાશે
ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત તેજ… પાછા લાવવા માટે મસ્કની સ્પેસ એક્સની મદદ લેવાશે….
- ભારતીય ડોકટરની સિદ્ધિ
અમેરિકાના શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ…. દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી બીજા દિવસે અપાઈ રજા….
- પંજાબમાં આતંકવાદીઓ ઘુસ્યાં
પાકિસ્તાન સરહદેથી બે આતંકી પંજાબમાં ઘુસ્યા….. આતંકીઓએ બંદૂક દેખાડી સ્થાનિક ભોજન બનાવ્યું, બીએસએફ…. સૈન્ય અને પોલીસ હાઇ એલર્ટ પર…. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારવામાં આવી….
- કરાચીમાં કાળઝાળ ગરમી
પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી ચાર દિવસમાં 450 લોકોના મોત… ચોમાસું ખેંચતા અને બફારો થતા સ્થાનિકો આકુળ વ્યાકુળ…
- કેન્યામાં દેખાવ કરનારાઓ સામે કાર્યવાહી
કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવમાં કુલ 23 ના મોત 50 ની ધરપકડ, કેન્યાની સરકારના આર્થિક સુધારાના સ્વરૂપમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા ફાઇનાન્સ બિલથી લોકો નારાજ
- ભારત-ઈંગ્લેન્ડ મેચ ઉપર વરસાદનું વિઘ્ન
ટી 20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ, રાત્રે 8:00 વાગે મેચ શરૂ થશે, મેચમાં વરસાદ પડે તેવી આશંકાથી ક્રિકેટ રસિકો ચિંતિત