ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત
દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
• ચોમાસામાં કરો સૂરક્ષિત ડ્રાઈવિંગ
તમારી કાર ચોમાસા માટે તૈયાર નથી, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. વરસાદની મોસમમાં કારના વાઇપર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો વાઇપર્સ સરખી રીતે કામ કરતા નથી, તો જૂના સેટની જગ્યાએ નવો સેટ લગાવો. મિકેનિક દ્વારા કારના ટાયર ચેક કરાવો.
• કારમાં જઈ શકે છે પાણી
પાણીથી ભરેલા રસ્તા પર વાહન ચલાવવું ખૂબ જ સમસ્યા રૂપ બની શકે છે. રસ્તા પર પાણીનું સ્તર ઊંચું હોય તો કારના એન્જિનને રોકવાનો પ્રયાસ કરો, જો એન્જિન બંધ થઈ જાય તો પાણી કારના એક્ઝોસ્ટમાં જઈ શકે છે. કારને હંમેશા સૌથી ઓછા ગિયરમાં ચલાવો, જેથી પાણી ભરાવાને કારણે કારને નુકસાન થવાની શક્યતા ઓછી રહે.
• ના કરો હેઝાર્ડ લાઈટ્સનો ઉપયોગ
ઘણી વખત એવું જોવા મળે છે કે વાહનચાલકો વરસાદમાં હેઝાર્ડ લાઇટ સાથે વાહન ચલાવે છે. આવી સ્થિતિમાં અન્ય વાહનોને ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો ચોમાસાના વરસાદમાં કાર પાણીમાં ધીમી ગતિએ આગળ વધી રહી હોય, તો તેની બાજુમાં કાર પાર્ક કરીને જ હેઝાર્ડ લાઇટનો ઉપયોગ કરો.