રોહિત અને વિરાટ કોહલી હવે ટી 20 વર્લ્ડ કપ નહી રમે
2020 વિશ્વ કપ ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અને હરાવ્યા બાદ ભારતીય ટીમે ભવ્ય ઉજવણી કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ તેમનો અંતિમ t20 વિશ્વ કપ હોવાની જાહેરાત કરી ક્રિકેટ પ્રેમી અને ચોકાવી દીધા હતા. વિરાટ કોહલીએ સૌપ્રથમ આ જાહેરાત કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ કોહલીની નિવૃત્તિ પછી તરત જ તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. નિવૃત્તિની જાહેરાત કરતા રોહિતે કહ્યું કે આનાથી સારો સમય કોઈ હોઈ શકે નહીં. તેણે કહ્યું- હું આ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીતવા માટે બેતાબ હતો. હું તેને જીતવા માંગતો હતો અને હવે તે થયું છે. ખુશી છે કે આ વખતે અમે સફળ થયા છીએ.
રોહિતે કહ્યું કે તે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ભારત માટે રમવાનું ચાલુ રાખશે, પરંતુ તે સૌથી ટૂંકા ફોર્મેટમાંથી ખસી રહ્યો છે. રોહિતે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના ઐતિહાસિક બીજા T20 વર્લ્ડ કપના ખિતાબની ઉજવણી દરમિયાન કહ્યું, “અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં.”