હીરા ઉદ્યોગમાં મંદીને લીધે વેકેશન બાદ ઘણાબધા કારખાનાં ખૂલ્યા જ નથી, રત્નકલાકારો બન્યા બેકાર
સુરતઃ હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીને દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારોને ઉનાળાનું વેકેશન અપાયા બાદ સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં હીરાના કારખાનાં ખૂલ્યા નથી. એટલે ઘણા રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. હીરાના રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે. જેને કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલીસ માલને પણ વેચવાનું ટાળી રહ્યા છે.
સુરતનો હીરા ઉદ્યોગ વર્ષોથી પોતાની શાખ જમાવી બેઠો છે. હીરા ઉદ્યોગને કારણે વિશ્વભરમાં સુરતની નામના છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદીને કારણે ઝાંખપ લાગી છે. મંદીના વ્યાપક વમળોમાં સપડાતા હીરા ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હીરાના કારખાનેદારો સંઘર્ષ કરી રહ્યા છે. લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાન, ઈરાક યુદ્ધ શરૂ રહેતા તેની સીધી અસર વૈશ્વિક ધંધા ઉપર જોવા મળી છે. આ યુદ્ધની સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ભારતમાં અને વિશ્વમાં હીરાના કટીંગ એન્ડ પોલીસ માટે મહત્ત્વના શહેર સુરત અને નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટીંગ એન્ડ પોલીસિંગ કરવામાં આવે છે. સુરતની સરખામણીએ નવસારીમાં જીણા હીરાનું કામ વધુ થાય છે, છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. એક તરફ રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરા ઓછા ભાવે માંગવામાં આવે છે. જેને કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલીસ માલને પણ વેચવાનું ટાળ્યું છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ પણ નવસારી શહેરમાં આશરે 70% કારખાના ખુલી શક્યા નથી.
હીરા ઉદ્યોગમાં દિવાળી અને વેકેશન ગાળો મહત્ત્વનો હોય છે. આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પોતાના વતને જઈને હળવાશ અનુભવે છે. મોટાભાગે આ વેકેશન 15થી 20 દિવસનું હોય છે, પરંતુ મંદીને જોતા આ વખતનું વેકેશન બે મહિના સુધી લંબાયુ છે. નવસારી જિલ્લામાં 180 જેટલા કારખાના છે. જેમાં 17થી 18 હજાર રત્ન કલાકારોની રોજગારી મેળવતા હતા. પરંતુ રશિયા, યુક્રેન વચ્ચે કાર્યરત આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવાલનો અભાવ આ બે કારણોને લઈને નવસારી જિલ્લામાં પણ ઘણાબધા હીરાના કારખાનાં ખૂલ્યા જ નથી. આવી સ્થિતિ સુરતની પણ છે.
હીરાના વેપારીઓના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય દેશોમાં યુદ્ધની સ્થિતિ હજુ પણ યથાવત રહેતા તેની સીધી અસર વેપાર ધંધા ઉપર જોવા મળી રહી છે. અહીં 70% કારખાના ખુલ્યા જ નથી. પોલીસ થયેલા ડાયમંડનો ભરાવો થઈ રહ્યો છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની માગ 20થી 25 % ઓછી આપવામાં આવે છે. જેને કારણે કારખાના ખુલી શક્યા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર કોઈ મધ્યસ્થી કરીને કારખાના શરૂ થાય તેવા પ્રયત્ન થાય તે જરૂરી છે. (File photo)