1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,
રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,

રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,

0
Social Share

રાજકોટઃ શહેરમાં આજે અષાઢી બીજના દિને નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી નિકળેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. રથયાત્રાના પ્રારંભ પહેલા પહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવપૂર્વક જોડાયા હતા. અને જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠ્યા હતા. રથયાત્રામાં 25થી વધુ ફ્લોટ્સ જોડાયા હતા. તેમાં મુખ્ય આકર્ષણ અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી, સનાતની બુલડોઝર અને ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી રહ્યા હતા.

શહેરમાં નાના મવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરની પરિક્રમાએ નીકળ્યા હતા. રથયાત્રામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે ભાવિકો જોડાયા હતા. તેમજ અંદાજે 2,000થી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા જોડાયા હતા. 21 કિલોમીટરની રથયાત્રા રાજકોટ શહેરમાં ફરી સાંજે 7 વાગ્યે આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે. રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે આ રથયાત્રામાં વૃંદાવનની રાસ મંડળી જોડાઈ હતી. ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી અને અઘોરી સાધુઓનું ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.

રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહન દાસજી જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હિન્દુ ધર્મના સનાતનની પ્રતિક ધર્મયાત્રા માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ આજે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ભગવાન જગન્નાથ તમામ લોકોના દુઃખો દૂર કરશે. ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ સવારે જગન્નાથની પૂજા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. આજના પવિત્ર દિવસે પરમાત્મા સ્વયં લોકોની સુખાકારી માટે નગર યાત્રા કરી રહ્યા છે. રાજકોટનાં રાજવી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનુ ધાર્મિક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાનની રથયાત્રાના પ્રસ્થાન પહેલા રસ્તા પર સફાઈ કરી ફૂલો પાથરવામાં આવ્યાં હતા અને બાદમાં રથયાત્રા પ્રસ્થાન થયુ હતુ.

રથયાત્રાના આયોજક રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથથી ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે અષાઢી બીજે રાજકોટના મહુવા રોડ ઉપર આવેલા જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ધાર્મિક વિધિ વિધાનની સાથે મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા અને ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ સમયે હજારો લોકોએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code