ગુજરાતમાં ધોરણ 3થી 10ના તમામ શિક્ષકો માટે શુક્રવારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાશે
ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 3થી 10ના શિક્ષકોને આગામી તા.12મી જુલાઈને શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓન લાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ દરેક શિક્ષકે વ્યવસાયિક તાલીમ લેવી આવશ્યક છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ધોરણ 3થી ધોરણ 10 ના શિક્ષકો માટેની ઓનલાઇન તાલીમ બોટના માધ્યમથી અપાશે. આ અંગે રાજ્યના શિક્ષકોને જાણકારી મળે તે હેતુથી જીસીઈઆરટી દ્વારા તા. 12 જુલાઈને શુક્રવારે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન ટેલિકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેલિકોન્ફરન્સનું જીવંત પ્રસારણ બાયસેગ ચેનલ પાંચ પરથી જોઈ શકાશે.
જીસીઈઆરટી આયોજિત ટેલિકોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન કોર્સ વિશે માહિતગાર કરવામાં આવશે. જેમાં કોર્સ વિશે અને તેમાં કઈ રીતે જોડાઈ શકાય તે અંગેનું વિગતવાર માર્ગદર્શન શિક્ષકોને આપવામાં આવશે. આ ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે. આથી રાજ્યના તમામ જિલ્લાના ધોરણ ત્રણ થી 10ના શિક્ષકો આ ટેલિકોન્ફરન્સમાં જોડાશે. નવી શિક્ષણનીતિના ભાગરૂપે ગુજરાતના ધોરણ 3 થી 10 ના તમામ શિક્ષકોને વ્યવસાયીક તાલીમ આપવામાં આવશે જે માટે આગામી તા. 12 જુલાઇને શુક્રવારે ટીલોકોન્ફરન્સનું આયોજન જી.સી.ઇ.આર.ટી. દ્વારા કરવામાં આવ્યું છે.