દેશમાં ઈમરજન્સીની યાદમાં 25મી જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવાશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બીજા દિવસે 26 જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ પર જારી કરાયેલ પરિપત્ર શેર કરીને આ માહિતી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવીને દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવવામાં આવ્યો હતો.