1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા
સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

0
Social Share

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના હજીરા રોડ પર બન્યો હતો. હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ આવી રહેલી ઈનોવા કાર પણ બસ સાથે અથડાઈ હતી.  પૂરફાટ ઝડપે ડમ્પરે રોંગમાં આવતા ડમ્પરે બસને ટક્કર મારી હતી. આ ઘટનામાં બસના ડ્રાઇવર-ક્લીનર સહિત 4 જણાને ગંભીર ઈજા થઇ હતી. ડ્રાઈવર-ક્લીનરને પતરાં કાપી બહાર કઢાયા હતા, જ્યારે અન્ય 10-12ને લોકોને સામાન્ય ઇજા થઈ હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દામકા ગામ સ્થિત વિઝિલ સિક્યોરિટી કોલોનીમાંથી ગત રાત્રે વિઝિલ પ્લસ સિક્યોરિટી સોલ્યુશન પ્રા. લિ. નામની એજન્સીના 15 સિક્યોરિટી જવાનને લઈ એજન્સની બસ હજીરા સ્થિત શેલ કંપનીમાં જઈ રહી હતી ત્યારે હજીરા રોડ ખાતે એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 નજીક રોંગ સાઇડ આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ધડાકાભેર બસ સાથે અથડાતાં બસની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને ડમ્પરને પણ નુકસાન થયું હતું. ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત થતાં પાછળ આવી રહેલી ઇનોવા કાર પણ બસ સાથે અથડાતાં તેના બોનેટને પણ નુકસાન થયું હતું. અકસ્માતની આ ઘટનામાં બસનો ડ્રાઇવર સ્વામીનાથ અને ક્લીનર પપ્પુ ભટ્ટ કેબિનમાં ફસાઈ જતાં ઘટનાને પગલે ફાયરબ્રિગેડે હાઇડ્રોલિકનો ઉપયોગ કરીને એકત્ર થયેલા લોકોની મદદથી બન્નેના બહાર કાઢયા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર-ક્લીનરને પગ, માથા અને છાતીમાં ઈજાઓ થઈ હતી. જ્યારે બસમાં સવાર સિક્યુરિટી ગાર્ડ પ્રેમકુમર દિનેશસિંહ (ઉ.વ. 54) ઉપરાંત રાજેન્દ્ર ઇન્દ્રસિંહ, પ્રદીપસિંહ ધર્મપાલસિંહને હાથ-પગમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે અન્ય સિક્યોરિટી ગાર્ડ અને ડમ્પરચાલકને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માતને પગલે રોડના એક ટ્રેક પર બે કલાક ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અકસ્માતવા બનાવના CCTV કૂટેજ પણ વાયરલ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોંગ સાઈડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે સામેથી બસને ટક્કર મારી હતી. ત્યાર બાદ આ બસને 20થી 25 ફૂટ સુધી રિવર્સમાં ઢસડી હતી. એમાં એક કાર પણ અકસ્માતમાં અથડાઈ હતી. પોલીસે ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code