સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી થાય છે ગજબના ફાયદા, જાણો…
મસાલામાં ધાણા મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય રસોડામાં ધાણાનો ઉપયોગ શાકભાજી કે કોઈપણ પ્રકારની રેસિપીમાં થાય છે. પણ નવાઈ લાગશે કે તે ઘણી ગંભીર બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ધાણાના બીજ અથવા પાંદડાનો ઉપયોગ ખાલી પેટે પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
• ધાણાનું પાણી પીવાના ફાયદા
ધાણા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પણ તે હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણાના બીજનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. ધાણાને કારણે ભોજનનો સ્વાદ અલગ હોય છે. ધાણા અનેક રોગોથી બચવામાં મદદ કરે છે. ધાણામાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
• ધાણાના બીજ ના ફાયદા
ડાયાબિટીસ કંટ્રોલ કરે છે
ડાયાબિટીસના દર્દીઓ ધાણાનું પાણી જરૂર પીવું જોઈએ, તેનાથી બીમારી કંટ્રોલમાં રહે છે. અહેવાલ મુજબ, ધાણાના બીજમાં ઘણા એવા સંયોજનો હોય છે જે હાઈપરગ્લાયકેમિક, ઈન્સ્યુલિન મુક્ત કરે છે અને ઈન્સ્યુલિનને કંટ્રોલમાં રાખે છે. આના કારણે શરીરમાં ગ્લુકોઝનું લેવલ કંટ્રોલમાં રહે છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે
કોલેસ્ટ્રોલમાં વધારો હેલ્થ માટે ખૂબ જ ખતરનાક છે. કારણ કે તેના વધારાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ પણ સ્ટ્રોકનું જોખમ વધારે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ધાણાના બીજ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કોરિયાન્ડ્રિન નામનું સંયોજન હોય છે. આ લિપિડ પાચનક્રિયાને કંટ્રોલમાં રાખે છે.
પાચન માટે સારા હોય છે
ધાણાનું પાણી પીવાથી પાચન માટે ખૂબ સારૂ હોય છે. આ પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ધાણાના બીજમાં એવા ગુણ હોય છે જે એસિજિટીથી થતી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે.