સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના 122 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ 24 કલાક દરમિયાન રાજ્યના 25 જિલ્લાના 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આઠ ઈંચ, વંથલીમાં સાત ઈંચ, મેંદરડામાં ચાર ઈંચ અને જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં છ ઈંચ અને ખંભાળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામમાં છ ઈંચ વરસાદ વરસી ગયો હતો. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 37.42 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 54.58 ટકા અને કચ્છમાં 50.90 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 23 ટકા વરસાદ વરસ્યો છે..
ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનામાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14 ઈંચથી વધુ, પોરબંદરમાં 10 ઈંચ અને કેશોદમાં 8 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58 ટકા, કચ્છમાં 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.