કેદારનાથ યાત્રા : તીર્થયાત્રીઓ પર પથ્થર અને કાટમાળ પડ્યો, 6 લોકો ઘાયલ
નવી દિલ્હીઃ કેદારનાથ પગદંડી માર્ગ પર ભેખડ અને જમીન ધસતા દુર્ધટના સર્જાયો. ચિરબાસા નજીક પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને જમીન ધસતા 6 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા છે તેમજ આ મલબામાં કેટલાક પ્રવાસીઓ દબાયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે. તમામ મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું કહેવાય છે. આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
માહિતી મળતાની સાથે જ NDRF, DDR, YMF વહીવટીતંત્રની ટીમ સહિત યાત્રા રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય આઠ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.