અમદાવાદમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવા 300ની લાંચ લેતા ટ્રાફિકનો હેડ કોન્સ્ટેબલ પકડાયો
અમદાવાદઃ ગુજરાતમાં લાંચના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિકનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પડકાયો છે. શહેરના કાળુપુર વિસ્તારમાં એક વાહનચાલકો નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કર્યું હતું, તેથી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલએ 500 રૂપિયાની માગ કરી હતી અને રકઝકને અંતે 300 રૂપિયા નક્કી કરાયા હતા. અને રૂપિયા 300ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ અશોક પટણીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સિગ્નલ પર લોકોને નિયમોના ભંગ બદલ ઊભા રાખવામાં આવે છે તેમાંથી અનેક પોઇન્ટ પર મેમો આપવાની ચીમકી આપીને લાંચ લઈને વાહન ચાલકોને છોડી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આ અંગેની ACB ને ફરિયાદ મળતા ACBના પીઆઈ વી ડી ચૌધરીએ ડીકોય ગોઠવી હતી જેમાં શહેરમાં અતિ ભરચક એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર જ હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.આરોપીની ધરપકડ કરી ACB એ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોક પટણીએ ડિકોયર પાસે વાહન નો પાર્કિંગમાં મૂક્યું હોવાની જણાવી મેમો આપવા જણાવ્યું હતું ત્યારબાદ મેમો ના આપવા બદલ 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.રકઝકના અંતે 300 રૂપિયા આપવાની નક્કી કર્યું હતું.આ 300 રૂપિયાની લાંચ લેતો અશોક પટણી ઈનગેટની બહાર જ ઝડપાઈ ગયો હતો.ACB એ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.