1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,
સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,

સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી વધી રહી છે. સાથે જ ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ પૂરફાટ ઝડપે દોડતા હોય છે. જિલ્લામાં ખનીજની ખનન અને વહનની પ્રવૃતિ બેફામ ફૂલી રહી છે. જેના કારણે ખાણોના કૂવા, ખાડાઓમાં બની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ પ્રવૃતિઓ પર રોક લાગવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં ખનીજ તેમજ આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાતા બે ડમ્પર સાથે કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે કોલસા, કાબ્રોસેલ સહિતના ખોદાણ માટે ખાડા, કૂવાઓ વધી રહ્યા છે. જેમાંથી ખનીજનું ખોદાણ સાથે મસમોટા વાહનમાં તેનું વહન પણ કરાઈ રહ્યું છે. ત્યારે આ પ્રવૃતિઓ ઉપર રોક લગાવવા અને પ્રવૃતિઓને વેગ આપતા તત્વોને ઝડપી પાડવા જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પરિણામે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના આદેશથી જિલ્લા ખાણખનીજ વિભાગ તેમજ સુરેન્દ્રનગર આરટીઓ વિભાગની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં ચોટીલામાં આવેલી ગોપાલ હોટલ નજીક ચેકિંગ દરમિયાન ગેરકાયદે સાદી રેતી ખનીજના વહન કરતું એક ડમ્પર ઝડપી પાડ્યું હતું.

આ ઉપરાંત સીલીકા ખનીજ ગેરકાયેદ વહન કરતા ડમ્પરને પકડી પાડ્યું હતું. આ તપાસની કાર્યવાહી દરમિયાન ડમ્પરો સહિત અંદાજે રૂ. 50,00,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આમ આ બંને ડમ્પરોને પકડી ચોટીલા સનરાઇઝ એન્ટરપ્રાઇઇઝ ખાતે રાખવામાં આવ્યા હતા.

જિલ્લા આરટીઓ દ્વારા હજુ પણ ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે. દરમિયાન ખનિજ વિભાગે પણ ઝૂંબેશ હાથ ધરી છે. તેના લીધે ખનીજ માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code