1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, કાલાવડ, જામજોધપુરમાં વરસાદ
જામનગર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, કાલાવડ, જામજોધપુરમાં વરસાદ

જામનગર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, કાલાવડ, જામજોધપુરમાં વરસાદ

0
Social Share

જામનગરઃ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. જિલ્લાના કાલાવડ અને જોમજોધપુર તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જિલ્લાના બાકીના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે. અને બફારો પણ વધ્યો છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડ્યો હતો. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.  આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે કાલાવડ પંથકમાં પણ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સવારે 6.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 36 મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમજ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 42 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે નીકાવા ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં પણ 15 મી.મી. પાણી પડ્યું હતું. જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં 16 મી.મી. અને હરીપર ગામમાં 8 મી..મી. વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા આકરા તાપ પછી આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ બનેલું છે. અને વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code