1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વોર્ટરના પરિણામો
ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વોર્ટરના પરિણામો

ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વોર્ટરના પરિણામો

0
Social Share

અમદાવાદઃ ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ​​30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક સમય ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. વાર્ષિક આધાર પર ક્વોર્ટરમાં y-o-y ધોરણે 464 કરોડ રૂપિયાના ઉચ્ચ PAT ના મુખ્ય કારણો :

  • ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો
  • લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયો તરફથી યોગદાનમાં વધારો
  • ટેક્સ ખર્ચમાં વધારો.

ટોરેન્ટ પાવર અંગે માહિતી:

ટોરેન્ટ પાવર એ ₹41,000 કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની ₹27,183  કરોડની ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ધરાવતી એક પ્રમુખ કંપની છે. જે દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેઈનમાં ઉપસ્થિતિ ધરાવે છે.

ઉત્પાદન:

  • કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા 4,415 મેગાવોટ છે, જેમાં 2,730 મેગાવોટ ગેસ આધારિત પાવર ઉત્પાદન ક્ષમતા, 1,323 મેગાવોટ રિન્યુએબલ આધારીત પાવર ઉપ્તાદન ક્ષમતા અને 362 મેગાવોટ કોલસા આધારિત પાવર ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. વધુમાં 3,077 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. જે પ્રોજેક્ટ્સ કાર્યત થતા જ કંપનીની પાવર ઉત્પાદન ક્ષમતા 7,492 મેગાવોટ થશે.

વિતરણ:

  • કંપની ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNH અને DD), મહારાષ્ટ્રનાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કલવા અને ઉત્તર પ્રદેશના આગ્રા સહિતના શહેરોમાં13 મિલિયનથી વધુ ગ્રાહકોને લગભગ 30 બિલિયન યુનિટ્સ વિજળીનું વિતરણ કરે છે.
  • ટોરેન્ટ પાવરની વ્યાપકપણે ભારતમાં અગ્રણી વીજળી વિતરક કંપનીઓમાં ગણના થાય છે અને ગુજરાતમાં કંપનીના લાયસન્સવાળા વિસ્તારોમાં દેશમાં સૌથી ઓછી AT&C ખોટ અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંકો ધરાવવાનું ગૌરવ ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code