‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છેઃ કર્મચારી સંઘ
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઇફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે.
28 જુલાઈના રોજ નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST હટાવવાના સૂચન પર એકવાર વિચાર કરવા વિનંતી કરું છું. વરિષ્ઠ નાગરિકો માટે આ બોજારૂપ બની જાય છે. તમને જણાવી દઈએ કે લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ બંને પ્રિમિયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.
કર્મચારી સંઘે માંગ કરી હતી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના પત્રમાં કહ્યું, ‘આજે દરેક વ્યક્તિની જરૂરિયાત જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાની છે. આ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે. પ્રીમિયમ પર 18 ટકા ટેક્સ આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ છે. નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયનના જવાબમાં નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને આ પત્ર લખ્યો હતો. કર્મચારી સંઘે નીતિન ગડકરીને વીમા ઉદ્યોગને પડતી સમસ્યાઓ અંગે એક મેમોરેન્ડમ આપ્યું હતું.
તેના મેમોરેન્ડમમાં, કર્મચારી સંઘે કહ્યું હતું કે, ‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છે. આ કારણોસર, અમે માનીએ છીએ કે કોઈ વ્યક્તિ તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે વીમા પૉલિસી લે છે, તેથી પ્રીમિયમ પર ટેક્સ લાગવો જોઈએ નહીં.