1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું
ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું

ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું

0
Social Share

કેમ છો? કુશળ હશો ! ‘હું એવો ગુજરાતી, જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.’

કવિ શ્રી વિનોદ જોશીની પંક્તિ આ ટાણે યાદ આવે છે. ગુજરાતી હોવાનો ગર્વ આપણને બધાને હૈયે વસેલો છે. એવામાં આપણી ભાષામાં તદ્દન નવીન અને રસપ્રદ વિષય સાથે છેલ્લા 2 વર્ષની અથાક મહેનત પછી મર્કટ બ્રોસ દ્વારા “કારખાનું” નામની સ્માર્ટ ફિલ્મ તારીખ 2 ઓગસ્ટ, 2024 શુક્રવારના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં પ્રસ્તુત થઈ છે.

કારખાનુંએ ખૂબ જ રોચક, પારિવારિક તથા કળાનો ઉત્તમ નમૂનો દર્શાવતી ફિલ્મ છે, જે ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને ખૂબ જ નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરે છે. આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા કલાકારોએ અભિનય કર્યો છે.

આવી સ્માર્ટ ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ ગુજરાતીઓ સુધી પહોંચે એ માટે આપના સહકારની આવશ્યકતા છે. આપ આપના પરિવારજનો, સહ – કર્મચારીઓ, મિત્ર વર્તુળ સાથે “કારખાનું” ફિલ્મ જોવા જશો તથા વધુ લોકો આ ફિલ્મ જોવા જાય એ બાબતે પ્રયન્તશીલ રહેશો.

(દધીચિ ઠાકર)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code