ભૂજઃ કચ્છ જિલ્લામાં સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં 1લી ઓગસ્ટ સુધીમાં ખરીફપાકનું 3 લાખ 88 હજાર 119 હેકટરમાં વાવેતર થયું છે, આ વખતે સૌથી વધુ વાવેતર મગફળીનું 75869 હેકટરમાં, કપાસ 72078 હેકટરમાં, અને ઘાસચારાનું 67936 હેકટરમાં વાવેતર થયુ છે. આ ઉપરાંત દિવેલા 61186, હેકટરમાં, ગુવાર 29942 હેકટરમાં, તલ 26690 , હેકટરમાં, મગ 23600 હેકટરમાં, બાજરીનું 13893 હેકટરમાં, શાકભાજીનું 8213 હેકટરમાં, તેમજ તુવેર 2642, મઠ 2338, વાલ 2057, અડદ 1640, હેકટરમાં વાવેતર થયું છે. હજુ વાવેતર ચાલુ છે એેટલે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 6 લાખ 9 હજાર 432 હેકટરને પાર કરી જાય એવી શક્યતા છે.
જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં 3.88 લાખ હેકટરમાં ખરીફ પાકનપં વાવેતર થયું છે. 1લી ઓગસ્ટ સધી મળેલા રિપોર્ટ મુજબ તાલુકાવાર વાવેતરમાં અબડાસામાં 59754 હેકટર, અંજારમાં 30729, ભચાઉમાં 37575, ભુજમાં 50279, ગાંધીધામમાં 2265, લખપતમાં 25070, માંડવીમાં 51766, મુન્દ્રામાં 17283, નખત્રાણામાં 27283, રાપરમાં 86215 હેકટરમાં વાવણી થઈ છે. ભુજમાં 900, લખપતમાં 827, માંડવીમાં 245, મુન્દ્રામાં 85 હેકટરમાં વાલની વાવણી કરવામાં આવી છે.
પૂર્વ કચ્છના રાપરમાં સૌથી વધુ 86215 હેકટરમાં વાવેતર થયું છે. ત્યાર પછી પશ્ચિમ કચ્છના અબડાસામાં 59754 હેકટરમાં વાવણી થઈ છે. આમ, કચ્છના પૂર્વ અને પશ્ચિમ ભાગના બંને તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું છે. જોકે, રાપરે અબડાસાને ખૂબ જ પાછળ રાખી દીધું છે. વર્ષ 2021/22 સુધી કચ્છ જિલ્લામાં દસેદસ તાલુકાની ખેડલાયક કુલ જમીન 7 લાખ 53 હજાર 907 હેકટર બતાવાઈ હતી. નર્મદા કેનાલને લીધે સિંચાઈની સુવિધા મળતા જિલ્લામાં કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે.