હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 25 આસિ, પ્રોફેસર સહિત 39 કર્મીની ભરતી કરાશે
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અનેક જગ્યાઓ ખાલી છે. આથી વિવિધ વિભાગો, પરીક્ષા સેન્ટર અને 25 આસિસ્ટન્ટ પ્રોફેસક સહિત કૂલ 39 કર્મચારીઓની જગ્યાઓની ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવશે. આગામી 13 -14 અને 16 -17 ઓગસ્ટ દરમિયાન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની દર વર્ષ મુજબ આ વર્ષે પણ 11 માસ કરાર આધારિત કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચકાસણીમાં માન્ય રહેલા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13-14 ઓગસ્ટ 16-17 ઓગસ્ટ ચાર દિવસ દરમિયાન કેમ્પસમાં સ્પેશિયલ કમિટીઓ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ સિલેક્શન કરવામાં આવશે. જેમાં 25 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્રેનિંગ ઓફિસર, કોચ, લેબ આસિસ્ટન્ટ, વોર્ડન જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાશે. શૈક્ષણિક અને બિનશૈક્ષણિક 11 માસ કરાર આધારિત કર્મીઓની ભરતી કરાશે, 13-14 અને 16-17 ઓગસ્ટ એમ ચાર દિવસ ઇન્ટરવ્યૂ યોજાશે
યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુટ આધારિત કમિટીઓ બનાવીને નિયમ મુજબની ભરતી પ્રક્રિયા કરાશે દર વર્ષે કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં રિપીટ કર્મચારીઓ લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતી હોય આ બાબતે દરેક વિભાગમાં સ્ટાફની ભરતી માટે જેતે વિષયનાં એક્સપર્ટની કમિટી બનાવીને જ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સ્ટેચ્યુટના નિયમ આધારિત કરવામાં આવશે. તજજ્ઞો દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જે ઉમેદવાર સિલેક્શન થશે તેમની ભરતી કરવામાં આવશે.