શું હાર્ટ એટેક આવ્યા પછી આખી જિંદગી દવાઓ લેવી પડશે?
એકવાર હાર્ટ એટેક આવે તો શું મારે જીવનભર દવા લેવી પડે છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. હાર્ટ એટેકમાંથી સાજા થયા પછી, શું ડૉક્ટરો હાર્ટને હેલ્ધી રાખવા અને બીજા હુમલાને રોકવા માટે તમારા બાકીના જીવન માટે દવાઓ લેવાની સલાહ આપે છે?
હાર્ટ એટેક પછી દવાઓનું મહત્વ
હાર્ટ એટેક આવ્યા પછી હાર્ટને હેલ્ધી રાખવા માટે અને બીજી વાર એટેકથી બચાવવા માટે દવાઓ લેવી ખુબ જ જરૂરી છે. આ દવાઓ લોહીને પાતળું કરવા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા, અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે.
કયા પ્રકારની દવાઓ લેવી પડે છે?
એન્ટીપ્લેટેટ દવાઓ: જેમ કે એસ્પિરિન, જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવે છે.
બીટા-બ્લોકર્સ: આ દવાઓ હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે અને હૃદય પર દબાણ ઘટાડે છે.
સ્ટેટિન્સ: આ દવાઓ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે રક્તની ધમનીઓમાં અવરોધ અટકાવે છે.
ACE ઈનહિબિટર્સ: આ દવાઓ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના કાર્યને સુધારવામાં મદદ કરે છે.
દવાઓને યોગ્ય કેવી રીતે લેવી
યોગ્ય રીતે અને નિયમિત રીતે દવાઓ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા માત્રામાં અને સમયસર લેવી જોઈએ. હાર્ટ એટેક પછી, ડોકટરો સામાન્ય રીતે લાંબા સમય સુધી દવાઓ લેવાની ભલામણ કરે છે. આ સમય દરદીએ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઘણીવાર આ દવાઓ જીવનભર લેવાની ભલામણ કરવામાં આવે છે