રાજકોટઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાયદા બનાવાયા બાદ પણ ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. રાજકોટ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા હતા. એક મહિનામાં કુલ 1,416 કેસ કરીને વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 50,54,060 જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં ઓવરસ્પીડ, ઓવરલોડ, જોખમી ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના વાહનચાલકો પકડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTO કચેરી દ્વારા ગત મહિને વાહનોના ચેકિંગ દરમિયાન 1416 વાહનચાલકો સામે ગુનો નોંધીને દંડ ફટકાર્યો હતો. જેમાં ઓવરલોડ વાહનના 174 કેસમાં રૂ. 22,16,000, ઓવર ડાઇમેન્સનના 39 કેસમાં રૂ. 2,11,500, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 14 કેસમાં રૂ.1,32,500 જ્યારે ટેક્સ વગર ચાલતા 13 વાહનચાલકોને રૂ. 4,09,060નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્હાઇટ લાઇટ LED ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગ ચેકિંગના 53 કેસમાં રૂ. 58,000, રેડિયમ રેફલેક્ટર વગેરે જેવા રોડ સેફ્ટીના 37 ગુનામાં રૂ. 37,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે.
આ સિવાય ફિટનેસ વગર વાહન ચલાવતા 86 કેસમાં રૂ. 4,30,000, હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વિમા વગર વાહન હાંકરનાર 327ને રૂ. 2,95,500, ભયજનક રીતે વાહન ચલાવનાર અને ઓવરસ્પીડ વાહન ચલાવતા 486 વાહનચાલકોને રૂ. 9,71,500 તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના 69 કેસમાં રૂ.69,000, ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવનારા 110ને રૂ. 2,20,000 જ્યારે અન્ય ગુનાઓ હેઠળના 8 કેસમાં રૂ. 4,000નો દંડ કરવામા આવેલો છે. જેમાં સૌથી વધુ ઓવર સ્પીડથી ચાલતા વાહનોના 486 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 1,416 કેસમાં રૂ. 50,54,060 નો દંડ કરવામા આવેલો છે.
#RajkotTraffic #TrafficViolations #RTOCheck #RoadSafety #TrafficFines #OverSpeeding #VehicleInspection #SafeDriving #TrafficRules #RoadDiscipline #Penalty #RajkotRTO #TrafficEnforcement