ઓફિસના ટિફિનમાં પેક કરીને લઈ જાઓ આ ખાસ ડીશ, સહકર્મચારી કરશે પ્રશંસા
ટિફિનમાં પોહા ચીલા લો: તમે પોહા ચીલા તૈયાર કરીને ઓફિસના ટિફિનમાં તમારી સાથે લઈ શકો છો. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રેસિપીને તમે ઓછા સમયમાં ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો અને તેને ટિફિનમાં પેક કરીને ઓફિસે લઈ જઈ શકો છો.
• પોહા ચીલા બનાવવા માટેની સામગ્રી
પોહા ચીલા બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે એક કપ પોહા, અડધો કપ દહીં, અડધો કપ બારીક સમારેલી ડુંગળી, બે બારીક સમારેલાં લીલાં મરચાં, થોડું છીણેલું આદુ, એક ચમચી હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, બારીક સમારેલી કોથમીર અને થોડું તેલ. આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને તમે સરળતાથી પોહા ચીલા બનાવી શકો છો.
• પોહા ચીલા બનાવવાની રીત
પોહા ચીલા બનાવવા માટે પોહાને એક વાસણમાં સારી રીતે ધોઈ લો અને તેને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. હવે એક મોટા બાઉલમાં પલાળેલા પોહા લો, તેમાં દહીં, ડુંગળી, લીલા મરચાં, આદુ, હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે એક નોન-સ્ટીક તવાને મીડીયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખો, પછી તેના પર થોડું તેલ લગાવો અને ચમચી વડે પોહાના બેટરને ફેલાવો. જ્યારે આ ચીલા બંને બાજુથી સોનેરી થઈ જાય અને સારી રીતે રંધાઈ જાય, ત્યારે તમે તેને તમારા ટિફિન બોક્સમાં ગરમાગરમ લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે પેક કરી શકો છો.
#PohaCheela #HealthyTiffin #EasyRecipes #IndianSnacks #OfficeLunch #QuickMeals #PohaRecipe #HealthyEating #TiffinIdeas #BreakfastIdeas #FoodForWork #NutritiousSnacks #HomemadeFood #IndianCuisine #DeliciousAndHealthy #MealPrep #CookingTips #SnackTime #RecipeShare #HealthyLifestyle