1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ
ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ

ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ

0
Social Share
  • રાજ્ય સરકારના હજારો પેન્શનર્સની દિવાળી સુધરી
  • લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત
  • જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે જુન 2006 કે ત્યારબાદ  નિવૃત થયેલા કર્મચારીઓને બાકી ઈજાફાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી પેન્શનરોની દિવાળી સુધરી ગઈ છે. જુન 2006થી નિવૃત થયેલા 85 હજાર કર્મચારીઓને રૂપિયા 750 કરોડ ચુકવાશે.

ગુજરાત સરકારે 30મી જૂન-2006 કે તે પછીના વર્ષોમાં 30 જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે 85 હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે.  લાંબા સમયથી ગુજરાત સરકારનો હિસ્સો રહી ચુકેલા સરકારી કર્મચારીઓ પેન્શનની લડાત ચલાવી રહ્યાં હતાં. ત્યારે આખરે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પગલે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. આખરે સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારવાની ફરજ પડી છે. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના હકમાં ફેંસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી ગુજરાતના હજારો કર્મચારીઓને પેન્શનનો ઈજાફાને લાભ મળશે.

રાજ્ય સરકારના નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી.ચૌધરીની સહીથી પ્રસિધ્ધ કરાયેલા ઠરાવમાં જાહેરાત કરવામાં આવી છે. 12મી ઓગસ્ટના રોજ પ્રસિધ્ધા આ ઠરાવમાં મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની ઔરાગાંબાદ બેન્ચ, સુપ્રીમના અનેક ચુકાદાઓને ટાંકવામાં આવ્યા છે.  ગુજરાત સરકારે 30મી જૂન-2006 કે તે પછીના વર્ષોમાં 30 જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે 85 હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 1લી જાન્યુઆરી 2006થી છઠ્ઠા પગાર પંચનો અમલ થાયો ત્યારથી દરેક કર્મચારીઓ માટે ઈજાફાની તારીખ એક સમાન અર્થાત દરવર્ષે 1લી જૂલાઈ થઈ હતી. આથી, પેન્શન આકારણીને લઈ છેક સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલી ન્યાયીક લડતને અંતે ગુજરાત સરકારે જૂન- 2006 કે તે પછીના વર્ષોમાં 30મી જૂને નિવૃત થયેલા તમામ પેન્શર્ન્સને રૂ.750  કરોડ ચૂકવવા નિર્ણય કર્યો છે.

નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ કે,  ગુજરાતમાં છઠ્ઠુ પગાર પંચ અમલમાં આવ્યુ તે પહેલા કર્મચારી સેવામાં જોડાય તે તારીખને આધારે દરવર્ષે પગારમાં ઈજાફો આપવામાં આવતો હોય છે. છઠ્ઠા પગાર પંચના અમલથી દરેકને ઈજાફા માટે દરવર્ષે 1લી જુલાઈ નિયત થતા વર્ષ 2006થી જેઓ 30મી જૂને રિટાયર્ડ થતા. તેમને ઈજાફા સાથેનુ પેન્શન મળતુ નહોતુ. ખરેખર તો જે ઈજાકા માટે લાયક હતા, વર્ષ પૂર્ણ કરતા હતા પરંતુ, 30 જૂને રિટાર્યડ થતા હતા એથી તેમને અન્યાય થઈ રહ્યો હતો. એથી, સરકારે સુપ્રીમના ચૂકાદાને સ્વીકારીને ઉપરોક્ત નિર્ણય કર્યો છે.  સરકારી કર્મચારીઓના એરિયર્સ મુદ્દે ગુંચવણો સર્જાતા નિવૃતિને ગમે તેટલા વર્ષો થયા હોય પરંતુ, તે પૈકી માત્ર ત્રણ જ વર્ષનું એરિયર્સ ચૂકવવા નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અલબત્ત 1 જુલાઈ 2023થી દરેકને રેગ્યુલર પેન્શન મળશે. ઉપરાંત રજાપગાર, ગ્રેજન્યુઈટી તો મળશે જ. આ નિર્ણયથી સરકારી તિજોરી ઉપર અંદાજે રૂ.750 કરોડનું ભારણ આવશે. જો કે, વર્ષોથી જેમને અન્યાય થતો હતો તે દૂર થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code