કોઈપણ વિલંબ કર્યા વગર ફોનથી આ ભૂલો કરવાનું બંધ કરો, નહીં તો પાછળથી પછતાવો થશે
આજકાલ મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પણ ફોનનું કઈં રીતે ધ્યાન રાખવું તેની જાણકારી ખુબ જ ઓછા લોકોને છે. સેમાર્ટફોન ખુબ જ ઝડપથી લોકોની જીદગીનો અહમ ભાગ બની ગયો છે. આજ કારણ છે કે દરેક કામ કરતી વખતે સ્માર્ટફોનની જરૂર પડે છે. મોબાઈલફોન સાથે કઈ ભૂલ કરતા બચવું જોઈએ.
• સમાર્ટફોન કબાડ બની જશે
સ્માર્ટફોન વિના ઘણા કામ સુશ્કેલ બની જાય છે. એવામાં જો સ્માર્ટફોન ખરાબ થઈ જાય તો તેન સરખો કરાવવામાં મોટો ખર્ચો કરવો પડે છે. જાણીએ કે ફોન સાથે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તેથી ફઓન હંમેશા સરખી રીતે કામ કરી શકે.
• ખુબ ભારે પડી શકે છે આ ભૂલ
સ્માર્ટફોનમાં એપ વગર કોઈપણ કામ કરવું મુશ્કેલ છે. ઘણી વાર લોકો પાસે સાચી જાણકારી નથી હોતી અને તેઓ ગૂગલ પર જઈને ફોનમાં એપીકે ફાઈલ ગેરકાયદેસર રીતે ઈન્સ્ટોલ કરે છે. જાણકારી માટે, જણાવીએ કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર સિવાય, ફોનમાં અન્ય કોઈ જગ્યા અથવા પ્લેટફોર્મ પરથી કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો નહીં. કોઈપણ એપીકે ફાઇલને ગેરકાયદેસર રીતે અથવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવાથી ફોનમાં વાયરસ અને ખતરનાક માલવેર આવી શકે છે, જે ફોનને નકામું બનાવી શકે છે.
• લોકો ઘણીવાર આ ભૂલ કરે છે
સ્માર્ટફોનનું હાર્ટ એટલે કે બેટરી ફોનની કાર્યક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દિવસભર ફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે મોબાઇલમાં બહુ ઓછી બેટરી બચે છે, ત્યારે તેઓ ફોન ચાર્જર તરફ દોડે છે. આટલું જ નહીં, ઘણા લોકો ફોનની બેટરી ખતમ થઈ જાય પછી આખી રાત ચાર્જ કરતી વખતે સતત ઊંઘે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે ફોન વધુ પડતા ચાર્જિંગને કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફોનની બેટરી અને ક્ષમતા પર વિપરીત અસર પડે છે. જો તમે રોજ આવી બેદરકારી કરો છો તો સ્માર્ટફોન સમય પહેલા જ બગડી જાય છે.
#SmartphoneCare#MobileTips#PhoneMaintenance#SmartphoneBattery#TechTips#AvoidMalware#PhoneCharging#MobileSecurity#GadgetCare#SmartphoneSafety#PhoneTroubleshooting#TechAdvice#BatteryCare#APKFiles#PhoneUsage