શું છે સુપરમૂન, સામાન્ય દિવસો કરતા કેમ ચંદ્ર મોટો દેખાય છે?
આજે માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે. દુનિયાભરની અલગ અલગ સ્પેસ એજન્સી ચંદ્રને લઈને લગાતાર અલગ-અલગ રિસર્ચ કરે છે. કેમ કે અંતરિક્ષની રહસ્યમયી હોય છે. ચંદ્રને કેમ સુપરમૂન કહેવામાં આવે છે અને સામાન્ય દિવસો કરતા કેવી રીતે અલગ અને મોટો દેખાય છે.
• સુપરમૂન
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર 19 ઓગસ્ટથી આગામી ત્રણ દિવસ એટલે કે રવિવાર સવારથી બુધવારની સવાર સુધી પૂર્ણ ચંદ્ર દેખાશે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ચાર સુપરમૂન જોવા મળે છે. પહેલો સુપર મૂન 19 ઓગસ્ટે દેખાયો હતો. જ્યારે સુપર મૂન અને બ્લુ મૂન એક સાથે આવે છે, ત્યારે તેને ‘સ્ટર્જન મૂન’ કહેવામાં આવે છે.
• સુપરમૂનની સાઈઝ
જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ત્યારે આ બે પિંડો વચ્ચેનું અંતર બદલાતું રહે છે. ક્યારેક ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુ (405,500 કિલોમીટર) પર હોય છે, અને ક્યારેક તે પૃથ્વીની સૌથી નજીક (363,300 કિલોમીટર) હોય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ત્યારે તે દિવસને પૂર્ણિમા (ફુલ મૂન) કહેવામાં આવે છે, જ્યારે તેને સુપર મૂન પણ કહેવામાં આવે છે.
• ક્યાંથી આવ્યો સુપરમૂન શબ્દ
સુપરમૂન શબ્દ સૌથી પહેલા 1979માં વૈજ્ઞાનિક રિચર્ડ નોલે બનાવ્યો હતો. સામાન્ય ચંદ્રની તુલનામાં તે લગભગ 30 ટકા મોટો દેખાય છે.
#Supermoon#MoonPhases#SpaceResearch#NASA#SturgeonMoon#LunarScience#Astronomy#SpaceExploration#MoonObservation#CelestialEvents#Supermoon2024#MoonSize#LunarCycle#AstronomyFacts#MoonMysteries