લિવર અને કિડનીને ડિટોક્સ કરવા માંગો છો, તો અઠવાડિયામાં એકવાર લીંબુમાંથી બનેલું આ ખાસ ડ્રિંક પીવો
તમે દરરોજ 8-10 ગ્લાસ પાણી પી શકો છો, પણ અઠવાડિયામાં એકવાર 1-2 ગ્લાસ ડિટોક્સ પાણી પીવો. તેનાથી તમારા શરીરમાં જામેલી બધી ગંદકી નીકળી જશે. પાણીમાં કેટલીક ઓર્ગેનિક વસ્તુઓ ભેળવીને પીઓ છો તો તેને ડિટોક્સ વોટર કહેવામાં આવે છે. આ પ્રકારનું પાણી શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. તે દિવસભર શરીરને એનર્જેટિક રાખે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ડિટોક્સ વોટર એ તાજા ફળો, શાકભાજી અથવા જડીબુટ્ટીઓનું મિલાવીને બનાવવામાં આવેલું પાણી છે. તેને ફ્રુટ-ઇન્ફ્યુઝ્ડ વોટર અથવા ફ્રુટ સલાડ વોટર પણ કહી શકો છો. ઘરે ડીટોક્સ વોટર ઘણી અલગ અલગ રીતે બનાવી શકો છો. ડિટોક્સ વોટર બનાવવા માટે તમારી પસંદગીના ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકો છો. ડિટોક્સ વોટર્સમાં લેમન ડીટોક્સ અને માસ્ટર ક્લીન્સ જેવા ડિટોક્સ વોટર વધુ પ્રખ્યાત છે.
ડિટોક્સ વોટર વજન ઘટાડવામાં મદદ કરે છે. તેને પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને તેમાં કેલરી ઓછી હોવાથી આ પાણી પીવાથી મોટાપો ઓછો થાય છે. ડાયટમાં લોકોને આ પ્રકારનું ડિટોક્સ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
લીવરને સમયાંતરે ડિટોસ કરવું જોઈ. તેના માટે ગરમ હળદર વાળું પાણી હળદરની ચા પી શકો છો. હળદરમાં કર્કયુમિન હોય છે જે સોજાને ઓછો કરે છે અને લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ સિવાય આમળઆનો રસ, આદુ અને લીંબૂ પાણી પણ લીવરને ડિટોક્સ છે. ગ્રીન-ટી અને કારેલાનો જ્યૂસ પણ લીવર અને કિડનીના ફંક્શનને સુધારવામાં અસરકારક છે.
#DetoxWater #HealthyLifestyle #Hydration #Detox #FruitInfusedWater #Cleansing #WeightLoss #MetabolismBoost #LiverDetox #GreenTea #AmlaJuice #GingerLemonWater #TurmericTea #HealthyDrinks #NaturalRemedies #HealthTips #DailyDetox #Wellness #HealthyLiving #OrganicWater