1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણઃ-ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો પર આરોપ
પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણઃ-ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો પર આરોપ

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણઃ-ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો પર આરોપ

0
Social Share

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ

શિખ યુવતી પછી હવે હિન્દુ યુવતીને કરાવ્યું ધર્મ પરિવર્તન

એક અઠવાડિયામાં ધર્મ પરિવર્તનના બે બનાવ

ઈમરાન ખાનની પાર્ટી પર આરોપ

છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે અત્યાચારની ઘટનાઓ બનતી આવે છે,કેટલાક દિવસ પહેલા ક શિખ યુવતીનું અપહરણ થયુ હતુ  ત્યારે ફરી ક હિન્દુ યુવતીના અપહરણની ઘટના સામે આવી છે.

ભારતને માનવાધિકારના ઉલ્લંઘન માટે સલાહ આપી રહેલા પાકિસ્તાને એકવાર પોતાના જ દેશમાં ડોકયુ કરવાની જરુર છે, છેલ્લા કેટલાક દિવસોથી  પાકિસ્તાનમાં હિન્દુઓ સાથેના અત્યાચારના બનાવો વધી રહ્યા છે, તાજેતરમાં જ એક શીખ યુવતીને ધર્મપરિવર્તન કરવા મજબૂર કરવામાં આવી હતી અને હવે ફરી આ જ પ્રકારનો એક બનાવ બનવા પામ્યો છે. પાકિસ્તાનના સિંધમાં હવે એક હિન્દુ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે અને આ યુવતીના મુસ્લિમ પુરુષ સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

આ બનાવ પાકિસ્તાનના સિંધ વિસ્તારનો છે, જ્યાં બીબીએમાં અભ્યાસ કરતી એક હિન્દુ યુવતીનું 29 ઓગસ્ટના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતીના પિતાએ પોલીસમાં  બનાવ અંગેની ફરિયાદ નોંધાવી છે.

યુવતીના પિતા કરેલી ફરિયાદ મુજબ,યુવતીના સાથે જ એક જ ક્લાસમાં અભ્યાસ કરતા બાબર અમન અને તેનો સાથી મિર્ઝા દિલાવર બેગએ તેનું અપહરણ કર્યું હતું. મિર્ઝા દિલાવર બેગ પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ પાર્ટીનો સભ્ય છે, જે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનીજ પાર્ટી છે. આ બન્ને યુવાનો પર આરોપ છે કે, કે આ યુવાનોએ યુવતીને પીઆઈટીઆઈ કાર્યકરના ઘરે લઈ ગયા છે, જે સિયાલકોટમાં આવેલું છે. જ્યા અને તેના લગન બાબર અમન સાથે તકાવીને યુવતીનુ બળજબરીથી ઇસ્લામ ધર્મમાં પરિવર્તતન કરાવવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ પાલીસે બાબર અમનના ભાઈની ઘરપકડ કરી છે, જે કે હાલ યુવતી અને બાબર અમનની કોઈ ભાળ મળી નથી, પાકિસ્તાનમાં જ ઓલ પાકિસ્તાન હિન્દુ પંચાયતે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને હિન્દુ યુવતઓ સાથે બનતી આવી ઘટના અંગે સતત ચિંતા વ્યક્ત કરી છે. ઓલ પાકિસ્તાન હિન્દુ પંચાયતના મહામંત્રી રવિ દવાનીનું કહેવું  છે કે “ હિન્દુઓ માટે આ દુખની વાત છે, છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે. આપણે હવે આ વિશે વિચારવું પડશે, આવી રીતે બેસી રહેવાથી કંઈજ થશે નહી” ઉલ્લેખનીય છે કે , થોડા દિવસો પહેલા જ  પાકિસ્તાનની નાનકના સાહિબથી 19 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું, જેને કારણે ભારે હાહાકાર થયો હતો. ભારતમાં પણ આ મુદ્દે ઘણો વિવાદ સર્જાયો હતો, પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિતના ઘણા મોટા નેતાઓએ વિદેશ પ્રધાનની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code