કાર દ્વારા મુસાફરી કરતા પહેલા એન્જિનને ગરમ કરવું કેમ જરૂરી છે? જાણો કારણ
દેશના મોટાભાગના ડ્રાઇવરો તેમના વાહનોના ઓછા માઇલેજની ફરિયાદ કરે છે. વાહનચાલકોને વાહનની પૂરી માહિતી હોતી નથી, તેથી અધૂરી જાણકારીના કારણે લોકો પરેશાન રહે છે. ઘણા લોકો માને છે કે લાંબી મુસાફરી પર જતા પહેલા કારના એન્જિનને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે.
કાર્બોરેટર કેબલનો ઉપયોગ
જે કારમાં કાર્બોરેટર કેબલ આવે છે, તે કારને ચલાવત પહેલા તેના એન્જિનને ગરમ કરવાની જરૂરી છે. તેથી ઘણા ડ્રાઈવર વાહન ચલાવતા પહેલા એન્જિનને ગરમ કરવાની સલાહ આપે છે. જાણકારી માટે જણાવીએ કે કારમાં એક મેન્યુઅલ ચોક કેબલ આપવામાં આવે છે. તેને ખેંચીને કાર સ્ટાર્ટ કરવામાં આવે છે.
હવે આ ટેક્નિકનો ઉપયોગ
હવે કાર બજારમાં આવતી કારમાં ટેક્નિક એડવાન્સ થઈ ગઈ છે. હવે આવતી ગાડીઓમાં કાર્બોરેટર કેબલ આપવામાં આવતો નથી. ટેક્નિકની જગ્યાએ હવે કૂલેન્ટ સેન્સર આપવામાં આવે છે. જેની મદદથી એન્જિનનું તાપમાન કંટ્રોલમાં રહે છે. દેશના કાર બજારમાં ખુબ ઝડપથી મોર્ડન ટેક્નિક સામે આવી રહી છે. આ કારણથી હવે ડ્રાઈવરોને વાહન ચલાવવામાં ખુબ સરળતા થઈ ગઈ છે.
ખુબ ઝડપથી થાય છે બધુ કામ
આ સિવાય વાહન ઉત્પાદકો આજના વાહનોમાં બીજા ઘણા સેન્સર પણ આપી રહ્યા છે. તેમાં એર પ્રેશર સેન્સર અને એર ટેમ્પરેચર સેન્સર જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. વાહન નિર્માતા કંપનીઓ કારને એવી રીતે તૈયાર કરી રહ્યા છે કે એકવાર કાર સ્ટાર્ટ થાય પછી કારના તમામ સેન્સર આપોઆપ ચાલું થઈ જાય છે. તેના પછી કારનું એન્જિન થોડા જ સમયમાં ગરમ થઈ જાય છે, જેથી વાહન ચલાવવામાં ફ્યૂલ વધારે ના વપરાય.
#CarMaintenance#EngineWarmUp#ModernCars#AutomobileTechnology#CarSensors#FuelEfficiency#VehicleTips#CarCare#EnginePerformance#AutomotiveAdvancements#CarTech#DrivingTips#VehicleTechnology#AutomobileEngineering#FuelSavingTips