1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલિતાણના શેત્રુંજી ડેમની સપાટી 24 ફુંટે પહોંચી, ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક
પાલિતાણના શેત્રુંજી ડેમની સપાટી 24 ફુંટે પહોંચી, ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક

પાલિતાણના શેત્રુંજી ડેમની સપાટી 24 ફુંટે પહોંચી, ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક

0
Social Share
  • શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ પણ છલકાયો,
  • આજે સવારથી ડેમના ઉપરવાસમાં પડ્યો વરસાદ,
  • કાળુભાર ડેમ પણ 70 ટકા ભરાયો

ભાવનગરઃ છેલ્લા બે દિવસથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં શેત્રૂજી નદી પરનો ખોડિયાર ડેમ છલકાયા બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રૂંજી ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. શેત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સારા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે.  ડેમમાં પાણીની આવક 807 ક્યૂસેક રહેતા ડેમની સપાટી બે ઈંચ વધ્યા પછી ગઈકાલે મધ્યાહ્ન સમયે પાણીની આવકનો પ્રવાહ વધીને 2030 ક્યૂસેક રહ્યો હતો જે સાંજે ઘટીને ફરી 807 ક્યૂસેક થઈ ગયો હતો. શનિવારે સાંજે 6 કલાકની સ્થિતિએ ડેમની સપાટી 23 ફૂટ 11 ઈંચે પહોંચી હતી. સિંચાઈ વિભાગ અનુસાર આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ વધે તેવી સંભાવના છે. આજે રવિવારે પણ ડેમમાં પાણીની આવક વધી રહી છે.

રાજ્યના હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગદાહી કરી છે. બે-ત્રણ દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેના લીધે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી મઘા નક્ષત્રમાં ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા પાંચેક દિવસથી ભાવનગરની જીવાદોરી એવા શેત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા ગારિયાધાર, પાલિતાણા ઉપરાંત અમરેલીના બાબરા અને સાવરકુંડલા પંથકમાં સારા વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ભાવનગરની જીવાદોરી એવા શેત્રુંજી ડેમમાં શુક્રવારે મધ્યાહ્નથી શનિવારે મધ્યાહ્ન સુધી 807 ક્યૂસેકની પાણીની આવક શરૂ રહેતા ડેમની સપાટી 23ફૂટ 7 ઈંચે સ્થિર હતી તે 24 કલાકમાં 2 ઈંચ વધીને 23 ફૂટ 9 ઈંચ નોંધાઈ હતી. ત્યારબાદ શેત્રુંજી ડેમમાં પાણીનો પ્રવાહ વધીને 2030 ક્યૂસેક રહેતા સાંજે 6 કલાકે ડેમની સપાટી ફરી 2 ઈંચ વધીને 23 ફૂટ 11 ઈંચે પહોંચી હતી અને સાંજે 6કલાકની સ્થિતિએ ડેમમાં 807 ક્યૂસેક પાણીની આવક શરૂ રહી હતી.

સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં ડેમમાં પાણીની આવક વધે તેવી પ્રબળ સંભાવના છે. શેત્રુંજી ડેમ હાલ 47.61 ટકા ભરાયેલો છે. શેત્રુંજી ડેમમાં છેલ્લા 24 કલાકમાં અર્ધો ઈંચ અને સિઝનનો 13 ઈંચ વરસાદ નોંધાયો છે અને ડેમમાં 154.95  મિલિયન ઘન મીટર પાણીનું સ્ટોરેજ છે. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં આવતા અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાઈ ચુક્યો છે અને ડેમમાં 400 ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ છે. ઉપરાંત પાલિતાણાના ખારો ડેમમાં 354 ક્યૂસેક અને હણોલ ડેમમાં 372 ક્યૂસેક પાણીની આવક શરૂ છે. આ સિવાય ભાવનગરના બોરતળાવમાં શનિવારે દિવસ દરમિયાન 12મિ.મી. વરસાદ નોંધાયો હતો જ્યારે તળાવની સપાટી 29 ફૂટ 5 ઈંચે પહોંચી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે આવેલી કાળુભાર નદી પર આવેલી કાળુભાર સિંચાઈ યોજનામાં 70 ટકા પાણી ભરાતા સંદર્ભિત એલર્ટ મેસેજ છોડવામાં આવતા ઉમરાળા, ભોજાવદર, વાંગધ્રા, હડમતાળા, તરપાળા, રતનપર, ચોગઠ, સમઢિયાળા ગામોેને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટ અને કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર નહી કરવા સુચના આપવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code