- અગાઉ હાઈકોર્ટે કે.કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી
- દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં BRS નેતા કવિતાને જામીન આપ્યા છે. જામીનનો આદેશ આપતી વખતે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને ટકોર કરી હતી અને તેમની તપાસની રીત પર સવાલો ઉઠાવ્યા હતા. તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખરની પુત્રી અને બીઆરએસના એમએલસી કે. કવિતા 15 માર્ચથી પોલીસ કસ્ટડીમાં છે.
સુપ્રીમ કોર્ટે કે. કવિતાને બંને કેસમાં 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ રજૂ કરવાની, સાક્ષીઓ સાથે ચેડાં ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવાની શરતે જામીન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓ ED અને CBIને પૂછ્યું કે, તેમની પાસે કૌભાંડમાં કવિતાની કથિત સંડોવણીના કયા પુરાવા છે
કે. કવિતા વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુનાવણીમાં હાજર રહ્યા હતા. મુકુલ રોહતગીએ પોતાના અસીલને જામીન માટે અપીલ કરતા કહ્યું કે, સહ-આરોપી AAP નેતા મનીષ સિસોદિયાને આ કેસમાં પહેલા જ જામીન મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત CBI અને EDએ પણ તેમની તપાસ પૂર્ણ કરી છે. તપાસ એજન્સીઓ વતી સુનાવણીમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ દાવો કર્યો હતો કે, કે.કવિતાએ તેના મોબાઈલ ફોન સાથે છેડછાડ કરીને તેને ફોર્મેટ કર્યું હતું. આ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ છે.
કે કવિતાએ દિલ્હી હાઈકોર્ટમાં પણ જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પ્રાથમિક દૃષ્ટિએ કવિતા મુખ્ય કાવતરાખોર હોવાનું જણાય છે. કે કવિતાએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. EDએ 15 માર્ચે કવિતાની હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાંથી તેના ઘરેથી ધરપકડ કરી હતી. કવિતા પર દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. જોકે, કવિતા પોતાના પર લાગેલા આરોપોને ફગાવી રહી છે.
#SupremeCourt #KKavita #BailGranted #DelhiLiquorPolicy #CourtVerdict #LegalUpdate #JusticeInAction #DelhiCase #PoliticalScandal #CourtRuling