1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જામ્યો મેઘોત્સવ, આજે બપોર સુધીમાં 242 તાલુકામાં વરસાદ, કેન્દ્રએ આર્મીની 6 કોલમ ફાળવી
ગુજરાતમાં જામ્યો મેઘોત્સવ, આજે બપોર સુધીમાં 242 તાલુકામાં વરસાદ, કેન્દ્રએ આર્મીની 6 કોલમ ફાળવી

ગુજરાતમાં જામ્યો મેઘોત્સવ, આજે બપોર સુધીમાં 242 તાલુકામાં વરસાદ, કેન્દ્રએ આર્મીની 6 કોલમ ફાળવી

0
Social Share
  • આણંદ જિલ્લામાં સૌથી વધુ 10 ઈંચ, ખેડામાં 8 ઇંચ વરસાદ,
  • રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99 ટકાથી વધુ,
  • કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી મેઘોત્સવ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારામાં 14 ઈંચ, મંચમહાલના મોરવા હડફમાં 14 ઈંચ, નડિયાદમાં 13 ઈંચ, બોરસદમાં 12 ઈંચથી વધુ, અને વડોદરામાં પણ સાડાબાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે મંગળવારે બપોરના 6 વાગ્યા સુધીમાં 242 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં રાજકોટમાં સાડાસાત ઈંચ, કોટડાસાંગણીમાં 7 ઈંચ, લોધિકામાં 6 ઈંચથી વધુ, ખંભાળિયામાં 6 ઈંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ, તથા લાલપુર, ચોટિલા, જામનગર, ધોરાજીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.

ગુજરાતમાં આજે સવાર સુધીમાં 99.66 ટકા વરસાદ વરસી ચૂંક્યો છે. જેમાં 66 તાલુકામાં સીઝનનો 40 ઈંચથી વધુ, 124 તાલુકામાં સીઝનનો 25 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યનો સરેરાશ વરસાદ જોઈએ તો કચ્છમાં 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.99 ટકા,મધ્ય ગુજરાતમાં 98.74 ટકા, સૌરાષ્ટ્રમાં 101.52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 14થી 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.

આ ઉપરાંત ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 27મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા  મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-76 જળાશયો સંપૂર્ણ તેમજ 46 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા છે.

#GujaratRainfall #HeavyRainInGujarat #AnandDistrictRain #KhedaRainfall #MorbiFloodAlert #GujaratFloodWarning #SaurashtraRainfall #KutchHeavyRain #MonsoonUpdate #RainfallStatistics #WaterReservoirsFilled #RainRescueOperations #ArmyDeploymentGujarat #FloodSafety #GujaratWeatherAlert #RainfallInChorot #EmergencyPreparedness #RainfallInCentralGujarat #RainfallInNorthGujarat #HeavyRainsForecast #FloodReliefOperations

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code