- મિત્રો પર રોફ જમાવવા માટે બિહારી યુવાને CISFની વર્દી પહેરી,
- વાયુસેનામાં નોકરી અપાવવાના બહાને મિત્રોને એરપોર્ટ લઈ ગયો,
- CISFના અસલી જવાને નકલીને પકડ્યો
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર CIFSના યુનિફોર્મમાં બિહારનો એક યુવક એપ્રોચ રોડ સુધી પહોંચી ગયો હતો. બોગસ CISFના કર્મી બનીને પહોચેલા યુવકની પોલ પેટ્રોલીંગ માટે નીકળેલા CISFના કોન્સ્ટેબલે ખોલી દીધી છે. યુવકે પોતાના મિત્રો પર રોફ જમાવવા માટે પોતે નકલી CISFનો કર્મી બની ગયો હતો. વાયુસેનામાં નોકરી અપાવવાના બહાને યુવકે તેના બે મિત્રોને અમદાવાદ બોલાવ્યા હતા અને બાદમાં એરપોર્ટ સંકુલમાં લઇ ગયો હતો. એરપોર્ટ પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના મેઘાણીનગરમાં રહેતા અને મુળ મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના શેલવે ગામના વતની તેમજ અમદાવાદ એરપોર્ટ પર CISFના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભુસણ આસબેએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લવકુશ પંડીત વિરૂદ્ધ સરકારી ઓળખ ખોટી ઉભી કરવાની ફરિયાદ કરી છે. ભુસણ આસબે વર્ષ 2010થી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ (સીઆઇએસએફ) તરીફે કરફ બજાવી રહ્યો છે. ગઇકાલે એરપોર્ટ ટર્મીનલ 2 ખાતે ભૂસણ પેટ્રોલીગમાં હતો, ત્યારે એપ્રોચ રોડ ટ્રેપ પોઇન્ટ ટર્મીનલ પર CISFનો યુનીફોર્મ પહેરીને અજાણ્ય શખસ ઉભો હતો.
ભુસણને શંકા થતા તે CIFSનો યુનીફોર્મ પહેરીને ઉભેલા શખસ પાસે ગયો હતો. જ્યા તેની પુછપરછ કરી હતી. યુવકે પોતાનું નામ લવકુશ પંડીત બતાવ્યું હતું અને તે બિહાર રાજ્યના છોટા તાકીયા ગામ ખાતેનો રહેવાસી હતો. ભુસણને લવકુશ પર શંકા થતા તેની પુછપરછ કરી હતી. ભુષણે લવકુશનું આઇકાર્ડ માંગ્યુ હતું અને તેના ભરતીને રેન્ક બાબતે પુછ્યુ હતું. ભુષણની વાત સાંભણીને લવકુશે જણાવ્યું હતું. તે વર્ષ 2023માં ભરતી થયો હતો અને હાલ તેનું પોસ્ટીગ પોરબંદર ખાતે છે.
દરમિયાન લવકુશની વાત સાંભણીને ભુસણે તેનું આઇકાર્ડ માંગ્યુ હતું. લવકુશ પાસે આઇકાર્ડ નહી હોવાથી ભુસણને તેના ઉપર શંકા ગઇ હતી. લવકુશની અટકાયત કરીને ભુસણે તેની તપાસ શરૂ કરી હતી. જેમા તેને જાણવા મળ્યુ હતું કે, પોરબંદર ખાતે CISFની કોઇ હેડઓફિસ નથી. લવકુશની સાથે બીજા બે યુવકો અનિકેત દાસ (રહે, બિહાર) અને સુરજ રામ (રહે, બિહાર) પણ હતા જેમને સિવિલ ડ્રેસ પહેર્યો હતો. અનિકેત અને સુરજની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતું કે, તે લવકુશના ગામના વતની છે. લવકુશ પોતે CISFના નોકરી કરતા હોવાનું જણાવ્યુ હતું અને બન્નેને વાયુસેનામાં નોકરી અપાવી દેવાનું કહ્યુ હતું. વાયુસેનામાં નોકરી માટે લવકુશે સુરજ અને અનિકેતને અમદાવાદ બોલાવ્યા હતા. લવકુશનો ભાંડો ફુટી જતા CISFના કોન્સ્ટેબલ ભુસણે તરતજ એરપોર્ટ પોલીસને જાણ કરી દીધી હતી. લવકુશે પોતાના ફાયદા માટે એરપોર્ટની સિક્યોરીટી જોખમાય તેવુ કૃત્ય આચર્યુ છે. એરપોર્ટ પોલીસે લવકુશ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરજ અને અનિકેતને વાયુસેનામાં નોકરી અપાવવા માટે અમદાવાદમાં બોલાવ્યા હતા. ભુસણ CISFમાં નોકરી કરતા હોવાનું પણ તેના મિત્રોને જણાવ્યુ હતું. વાયુસેનામાં નોકરી અપાવવાના બહાને મિત્રો પાસેથી લાખો રૂપિયા ખેંખરવાનો પ્લાન ભુસણનો હોય તેવુ પોલીસસુત્રોએ જણાવ્યું છે. ભુસણ CISFમાં નોકરી કરે છે તેવુ બતાવવા માટે તેને વર્દી પહેરી હતી અને એરપોર્ટમાં ઘુસી ગયો હતો. એરપોર્ટમાં વર્દી પહેરી હોવાના કારણે તેને કોઇએ રોકટોક કરી નહી પરંતુ ભુસણને શંકા જતા અંતે ભાંડો ફુટ્યો છે.
#FakeCISFOfficer #AirportSecurityBreach #FraudulentOfficer #JobScam #CISFUniformMisuse #AhmedabadAirportIncident #FalseIdentity #BiharYouthFraud #AirportPoliceInvestigation #ScamPrevention #SecurityAwareness #EmploymentFraud #CISFAlert #FakeOfficerExposed #AirportSafetyConcerns #YouthScamAttempt #FalsePromises #SecurityBreach #PoliceInvestigation #FraudulentActivities