1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વરસાદી પાણી ઉતરવાનું નામ લેતા નથી, રોડ પર મગરો દેખાતા લોકો ભયભીત
વડોદરામાં વરસાદી પાણી ઉતરવાનું નામ લેતા નથી,  રોડ પર મગરો દેખાતા લોકો ભયભીત

વડોદરામાં વરસાદી પાણી ઉતરવાનું નામ લેતા નથી, રોડ પર મગરો દેખાતા લોકો ભયભીત

0
Social Share
  • માંજલપુરમાં વનલીલા સોસાયટીમાં અનેક કારો અડધી ડૂંબી ગઈ,
  • સમા વિસ્તારમાં બુલડોઝર પર બેસાડીને લોકોનું રેસ્ક્યુ કરાયું,
  • સલામતી માટે વીજ પુરવઠો બંધ કરાતા લોકો અકળાયા

વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોની હાલત કફોડી બની છે. જેમાં વડાદરા શહેરમાં વરસાદને લીધે ભરાયેલી પાણી હજુ ઉતરવાનું નામ લેતા નથી. આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક બનતા નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં એટલે કે નદીકાંઠા નજીકના વિસ્તારોમાં રોડ પર હજુ બે ફુટ પાણી ભરાયેલા છે. જેમાં પાણીમાં મગરો પણ જોવા મળતા લોકો ભયભીત બન્યા છે. જોકે આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડાતું પાણી બંધ કરાતા લોકોએ રાહત અનુભવી છે,

વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને લીધે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા રહ્યા હતા.  ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. જેમને ફાયર બ્રિગેડ દ્વારા 15 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. શહેરના હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી હજુપણ ભરાયેલું છે. માંજલપુરની વનલિલા સોસાયટીમાં આખેઆખી કારો અને અડધી બસો ડૂબી ગઈ છે. સમા વિસ્તારમા બુલ્ડોઝરમાં બેસાડીને લોકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં મગરો આવી રહ્યા છે, શિકાર કરીને જઈ રહેલો મગરનો વીડિયો પણ સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો  હતો.  શહેરમાં સૌથી વધુ કફોડી સ્થિતિ હરણી વિસ્તારની જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી વધુ સમય થયો છતાંયે હજુ ભરાયેલા પાણી ઉતર્યા નથી. જેના કારણે આ વિસ્તારમાં લાઈટ નથી. લોકોની સલામતીને કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. સાથે ડમરૂ સર્કલથી સમા હરણી લિંક રોડ પર વરસાદના પૂરના પાણીને કારણે રોડ-રસ્તા બંધ હાલતમાં છે. હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે.  સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારના કોર્પોરેટરો,  ધારાસભ્યો, સાંસદ કોઈ જ નેતાઓ જોવા આવ્યા નથી.

#VadodaraFlood #UrbanFlooding #HeavyRain #RescueOperations #VadodaraRainUpdate #WaterLogging #FloodImpact #WorldView #FloodRescue #InfrastructureDamage #EmergencyResponse #FloodedCars #ElectricityCutoff #VadodaraNews #MonsoonHavoc #SafetyMeasures #NaturalDisaster #RainDamage #GujaratWeather #FloodedStreets

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code