- આરોપીએ નોન-વેજ ભોજનની કરી માંગણી
- જેલ અધિકારીઓએ આરોપીની માંગણી ફગાવી
નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબિબ ઉપર બળાત્કાર અને તેમની હત્યા કેસમાં ઝડપાયેલો મુખ્ય આરોપી સંજ્ય રોય હાલ પ્રેસીડેન્સી સુધાર ગ્રુહમાં છે. આ દરમિયાન તેને જેલમાં આપવામાં આવતા ભોજનથી અસંતોષ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર, સંજ્ય રોયને શાક-રોટલી હવે ભાજતી નથી, તેણે હવે અંદર અંડા ચાઉમીનની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેલના નિયમો અનુસાર તમામ કેદીઓને સમાન ભોજન આપવામાં આવે છે. કેદીઓ માટે સમાન ભોજન બનાવવામાં આવે છે. જેથી જેલ અધિકારીએ સંજ્ય રોયની માંગણીને ફગાવી દીધી છે. જેલ સુત્રોના જણવ્યા અનુસાર સંજ્ય રોયને રોટલી-શાક પીરસવામાં આવે છે ત્યારે પસંદ આવતુ નથી. જો કે, કર્મચારીઓ દ્વારા તેને ટોકવામાં આવતા તે પીસવામાં આવતું ભોજન ખાઈ લે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મહિલા તબીબની હત્યાના કેસના સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યાં છે. તેમજ તબીબોએ મહિલા ડોકટરની હત્યાના વિરોધમાં રેલી-પ્રદર્શન કર્યાં હતા. મોટી સંખ્યામાં કોલકાતામાં આ ઘટનાનો લોકો વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં ન્યાયની માંગણી સાથે આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સીબીઆઈ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મેડિકલ કોલેજના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, તેમજ પોલીસે સમગ્ર દેશમાં ઢાંક પીછાડો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.