• ઓષ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ધમાલ મચાવશે
• ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે 3 વન-ડે રમશે
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમની ‘ધ વોલ’ કહેવાતા દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડના પુત્ર ઓલરાઉન્ડર સમિત દ્રવિડને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સમિત ઓષ્ટ્રેલિયા સામે અગામી હોમ સીરીઝ માટે અંડર-19 ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ભારત અને ઓષ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે 3 વન-ડે રમાશે. સીરઝની પેહલી વન-ડે મેચ 21 રમાશે જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 23 અને 26મી સપ્ટેમ્બરે પુડુચેરીમાં રમાશે. ઉત્તર પ્રદેશના મોહમ્મ્દ અમાન ભારતની અંડર-19 ટીમની કમાન સંભાળશે.
વન-ડે સીરઝ પછી, ભારત અંડર 19 અને ઓષ્ટ્રેલિયા અંડર 19 વચ્ચે બે ચાર દિવસીય ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ મેચ 30 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી અને છેલ્લી મેચ 7 ઓક્ટોબરથી રમાશે. આ સીરીઝમાં મધ્ય પ્રદેશનો સોહમ પટવર્ધન ભારતની અંડર 19 ટીમની કમાન સંભાળશે. ઓલરાઉન્ડર સમિત હાલમાં બેંગલુરુમાં ચાલી રહેલી KSCA મહારાજા T20 ટ્રોફીમાં મૈસૂર વોરિયર્સ તરફથી રમી રહ્યો છે.
વન ડે સીરીઝ માટે ભારત અંડર 19 ટીમ: રુદ્ર પટેલ, સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત, મોહમ્મદ અનાન.
ચાર દિવસીય ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારત અંડર 19 ટીમ: વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા, સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ સિંહ, અદિત્ય કુમાર, એન. સિંઘ, મોહમ્મદ અનન.