બ્રહ્માંડમાં બ્લેક હોલની અંદર શું છે? વૈજ્ઞાનિકોએ કરી તપાસ
બ્લેક હોલ વિશે લોકોને જ્યારથી ખબર પડી છે ,ત્યારથી તેમના મનમાં ઉત્સુકતા જાગી છે કે આ બ્લેક હોલ છે શું? પણ હવે તમારી આતુરતા નો અંત આવી ગયો છે કેમ કે આપણા વૈજ્ઞાનિકોએ આ વિષેની માહિતી જાણી લીધી છે.
તમને જણાવી દઈએ કે બ્લેક હોલમાં ઘણું અંધારું હોય છે,જે ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. આ બ્લેક હોલ એટલો શક્તિશાળી છે કે સુર્યને પણ પોતાની અંદર સમાવી શકે છે. બ્લેક હોલના બીજા રહસ્યો માટે પણ વૈજ્ઞાનિકો હજી ચિંતાતુર છે અને હજી તેની જટિલ સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોની માનીએ તો આ બ્લેક હોલમાં કોઈ કેમેરો મોકલવામાં આવે તો ફક્ત 12 સેકંડમાં જ નાશ પામશે. આ હોલનો આકાર સુરજથી 33 ગણો વધારે છે, અહિયાં પુષ્કળ પ્રમાણમાં ગુરુત્વાકર્ષણને લીધે રોશની પણ નથી ટકી શક્તિ. તમને જણાવી દઈએ કે આ બ્લેક હોલની સામે ફિઝિક્સના મોટા મોટા સિદ્ધાંતો પણ કામ નથી કરતાં.