1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી
અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

0
Social Share
  • મનપાના વિપક્ષના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ
  • તાત્કાલિક સમસ્યાના નિકાલની કરી માંગણી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી, તેમ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નગરજનો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સુચારૂ રૂપે પૂરી પાડવી તે તંત્ર તથા સત્તાધિશોની ફરજ બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપના દ્વારા “અંધેરી નગરી અને ગુંડા રાજા” જેવો વહીવટ કરીને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ બાબતે ફરિયાદો કરવી પડે તેનો લાંબા સમય સુધી નિકાલ ન આવે હાલમાં અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટના ૨ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૬ પોલ તથા બી.આર.ટી.એસ. કોરિડોરમાં 5000 એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ ના પોલ મળી કુલ ૨,૦૭,૦૦૦ જેટલા વિવિધ સ્ટ્રીટ લાઈટ ના પોલ છે. જેમાં રોજના અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ પોલ બંધ હાલતમાં હોય છે. તે બાબતે પ્રજાજનો દ્વારા સને ૨૦૨૨-૨૩ માં ૯૨૫૩૯ સને ૨૦૨૩-૨૪ માં ૯૫૫૮૮ મળી કુલ ૧,૮૮,૧૨૭ જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો મળે છે જેથી અંદાજે રોજની ૪૦૦ જેટલી ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવે છે. પ્રજાજનો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે પરંતુ સમસ્યાઓ યથાવત જ રહેવા પામે છે.

તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટ ના પોલનું સમયાંતરે નિયમિત સુપરવિઝન તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહીં કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન નું લાઈટ ડિપાર્ટમેન્ટ અંધેર રાજ ચાલે છે તંત્રના અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપેલ હતું પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવી માન્યતા ધરાવતું તંત્ર મ્યુનિસિપલ કમિશનરના આદેશની પણ અવગણના કરેલ હોય તેમ જણાય છે.

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પ્રજા બંને બાજુથી પીડાય છે એક તરફ લાઈટ ના બિલ નું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લૂંટફાટના બનાવો વધવા પામે છે જેથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે રીતનું વ્યવસ્થા તંત્ર તાકીદે ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code