રશિયા અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ: એરફોર્સના પૂર્વ વડા
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનું માનવું છે કે ભારતીય સેના કોઈપણ સમસ્યા સામે લડવામાં સક્ષમ છે, તેથી ભારતને કોઈપણ પ્રકારની પ્રાઈવેટ આર્મીની જરૂર નથી.
પૂર્વ ભારતીય એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ. રશિયા, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પાસે પ્રાઈવેટ આર્મી છે. પૂર્વ ચીફ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાઈવેટ આર્મીના ટોપિક પર ચર્ચા થવી જોઈએ નહીં.
પૂર્વ ચીફ ભદૌરિયાએ કહ્યું કે આપણા દેશની આર્મી છે તે વધારે કેપેબલ છે. આ બધી વસ્તુમાં પોલિટિક્સને કોઈ જગ્યા આપવી ના જોઈએ. પૂર્વ ચીફ ભદૌરિયાએ આ પણ કહ્યું કે સેનાઓના પ્રોગ્રેસ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતમાં પ્રાઈવેટ આર્મીની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી.
રશિયા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સહિત ઘણા દેશો પ્રાઈવેટ આર્મીનો ઉપયોગ કરે છે. રશિયા પાસે વેગનર, ઓસ્ટ્રેલિયા પાસે યુનિટી રિસોર્સ ગ્રુપ અને અફઘાનિસ્તાન પાસે એશિયા સિક્યુરિટી ગ્રુપ છે. આરકેએસ ભદૌરિયાએ તેમના જીવનના લગભગ 40 વર્ષ ભારતીય વાયુસેનાને આપ્યા છે. તેઓ વર્ષ 2021માં રિટાયર થયા હતા.