1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા
CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

0
Social Share
  • અમદાવાદના સિનિયર સિટિઝનને ધમકી આપી 79 પડાવી લીધા હતા,
  • રૂપિયા 79 લાખના સાયબર ફ્રોડનું પગેરું સુરતમાં નીકળ્યુ,
  • ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા,

અમદાવાદઃ લોકોને લાલચ આપીને કે ધમકી આપીને ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સએપ પર ફોન કરીને પોતે સીબીઆઈના અધિકારી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ધમકીની અવનવી તરકીબો અપનાવીને રૂપિયા પડાવતા હોય છે. ખાસ કરીને સિનિયર સિટિઝનો આવા ઠગ લોકોનો આસાનીથી શિકાર બનતા હોય છે. અમદાવાદના એક સિનિયર સિટિઝનને ધમકી અપાઈ હતી કે, તમારો મોબાઇલ નંબર પ્રતિબંધિત એડવર્ટાઇઝીંગ જેવી ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંકળાયેલો છે, જે બાબતે મુંબઈ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તદુપરાંત ફરિયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શનો થાય છે. ફરિયાદી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ નીકળેલ છે. ફરિયાદીને TRAI, મુંબઈ સાયબર ક્રાઈમ તથા CBIના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરિયાદીના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી લઇ કુલ રૂ.79,34,639/-ની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBIના ઓફિસર તરીકેની ઓળખ આપીને 79 લાખનું સાયબર ફ્રોડ કરનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં આ આરોપીઓનું સુરત કનેક્શન પણ સામે આવતા તપાસ માટે પહોંચેલી અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સાથે માથાકૂટ અને મામલો રફેદફે કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, સાયબર ક્રાઇમને મળેલા પુરાવાના આધારે સુરત અને લીંબડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કિસ્સામાં આરોપીએ મુંબઈ પોલીસના નામે કોલ કરનારા ફરિયાદીને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી 79 લાખ પડાવી લીધા હતા. ફરિયાદીને મોબાઈલ નંબર પર ગેરકાયદેસર પ્રવૃતિ થાય છે, એવું કહીને રૂપિયા 79 લાખ 5 બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુરતના સરથાણામાં બે સ્થળોએ અને લીંબડીમાં એક સ્થળે ત્રણની અટકાયત કરાઈ હતી. CBIના ઓફીસરના નામે ડરાવી ધમકાવીને ફરિયાદીને ફસાવ્યો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વૃદ્ધ ફરિયાદીને ધમકી અપાઈ હતી કે, ફરિયાદીનો મોબાઇલ નંબર પ્રતિબંધિત એડવર્ટાઇઝીંગ જેવી ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંકળાયેલો છે, જે બાબતે મુંબઈ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. તદુપરાંત ફરિયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શનો થાય છે. ફરિયાદી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ નીકળેલ છે. ફરિયાદીને TRAI, મુંબઈ સાયબર ક્રાઈમ તથા CBIના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરિયાદીના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરિયાદી તથા તેમના પર ઈન્વેસ્ટીગેશનના બહાને વ્હોટ્સએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખી ઇન્વેસ્ટીગેશનમાં મદદરૂપ થવા માટે તથા RBIમાં વેરિફિકેશન કરવા માટે ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં જમા પૈસા ટ્રાન્સફર કરવા જણાવી વેરીફીકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ ભરોસો આપી ફરીયાદી સાથે કુલ રૂ.79,34,639/-ની છેતરપિંડી કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ સુરત સરથાણા જકાત નાકા પાસે આવેલ ટાઇમ શોપર કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળની દુકાન નંબર-105 તથા રોયલ આર્કેડ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલી દુકાન નંબર-239માં ભેગા મળી નાણનો હિસાબ તથા એકાઉન્ટ લે-વેચ કરતા. બેન્ક એકાઉન્ટને દુબઇ ખાતે રહેતા અન્ય સહ આરોપી રોકીભાઇ નામના અજાણ્યા શખસને મોકલી આપતા હતા. જે તમામ આરોપીઓ એકબીજાની મદદગારીથી બેન્ક એકાઉન્ટની આપ-લે કરતા હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે 1 ડેબિટ કાર્ડની માહિતી દિઠ રૂા. 25,000 કમિશન અલગ-અલગ વ્યકિતઓ મારફતે દુબઇ ખાતે રહતો રોકી મોકલી આપતો હતો. જેમાં એકાઉન્ટ હોલ્ડરને રૂ.17,000 મળતા હતા અને એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર 3,000 મળતા હતા. આરોપી રવી સવાણી તથા સુમિત મોરડીયા રોકીને એકાઉન્ટની વિગત આપી રૂ. 4000 ડેબિટ કાર્ડ દીઠ મેળવતાં હતા. દેશ બહાર એકાઉન્ટમાં નાણાંની હેર-ફેર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી હતી. પોલીસે અત્યાર સુઘી આરોપી પાસેથી રૂ. 12,75,000, સીમકાર્ડ-708, ચેકબુક-64, પાસબુક-34, ડેબિટ/ક્રેડિટ કાર્ડ- 49, ચેકબુક- 48, મોબાઇલ ફોન-18, હિસાબના ચોપડા-3, દુબઇના મેટ્રો કાર્ડ-3, વગેરે જપ્ત કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code