1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા
અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા

અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા

0
Social Share
  • શહેરમાં બપોર સુધીમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો,
  • સામાન્ય વરસાદમાં કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા,
  • વરસાદને લીધે વાતારવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ શહેરમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. અને આજે સવારથી સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓફિસ જવાના સમયે જ પડેલા વરસાદને લીધે વરસાદ પડતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ આશ્રમરોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનને લીધે ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર બન્યો હોય તેમ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, આખા અમદાવાદમાં જાણે અંધારપટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, શિવરંજની, નવા વાડજ, ચાંદલોડિયા, બોપલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.

એએમસીના કન્ટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આશ્રમરોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે નરોડા, મેમકો, સૈજપુર, વટવા, નિકોલ, રામોલ, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, કોતરપુર, સરદારનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. સવારથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વધુ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેને કારણે એક જ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઘટ્યું છે. ગુરુવારે બપોરે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઠંડો પવન ફૂંકાવાની સાથે ઝાપટું પડ્યું હતું. બોપલ, નરોડા, મણિનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code