કર્ણાટકના CM બાદ હવે મલ્લિકાર્જન ખડગેની મુશ્કેલી વધી, ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકાયુક્તમાં ફરિયાદ
બેંગ્લોરઃ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેમ લાગી રહ્યું છે. બીજેપી નેતા રમેશ એનઆરએ કર્ણાટક લોકાયુક્તમાં ખડગે અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ભાજપના નેતા એનઆર રમેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ લોકાયુક્ત સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. તેમની સામે છેતરપિંડી, ભ્રષ્ટાચાર, બનાવેટી દસ્તાવેજો, સરકારી જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનું કાવતરું અને સરકારી મિલકતના ગેરકાયદેસર સંપાદનમાં મદદ અને પ્રોત્સાહન સહિતના આક્ષેપો કરવામાં આવ્યાં છે.
એક આરોપ સરકારી મિલકતની ગેરકાયદેસર ક્લિયરન્સનો છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને શંકાસ્પદ સંજોગોમાં પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી. આ અંગે ફરિયાદમાં ખડગે, મંત્રી પ્રિયંક એમ. ખડગે, રાહુલ એમ. ખડગે, રાધાબાઈ એમ. ખડગે, રાધાકૃષ્ણ, મંત્રી એમ.બી. પાટીલ અને આઈએએસ અધિકારી ડો.એસ. સેલ્વકુમારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
2014 માં, બેંગલુરુમાં બીટીએમ ચોથા સ્ટેજના બીજા બ્લોકમાં 8002 વર્ગ મીટરનો સીએ પ્લોટ, સાઈટ નંબર 05, બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવ્યો હતો. BTM 4થા સ્ટેજ, સાઇટ નંબર 05, બેંગલુરુના બ્લોક 2 માં 8,002 ચોરસ મીટર (86,133 ચોરસ ફૂટ) નો CA પ્લોટ બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવ્યો હતો. હાઈ-ટેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પાર્ક, બેંગલુરુના હાર્ડવેર સેક્ટરમાં પાંચ એકર CA જમીન KIADB દ્વારા 30/05/2024ના રોજ સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટના રાહુલ એમ. ખડગેને ફાળવવામાં આવી હતી.