1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવરાત્રીમાં ચણિયા ચોળી અને ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ
નવરાત્રીમાં ચણિયા ચોળી  અને ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ

નવરાત્રીમાં ચણિયા ચોળી અને ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ

0
Social Share
  • મોંધાભાવના ડ્રેસ ખરીદવા તેના કરતા ભાડે લેવા સસ્તા પડે,
  • નવરાત્રી દરમિયાન રોજ અવનવા ડ્રેસ પરિધાન કરી શકાય,
  • એક ડ્રેસની કિંમતમાં 10 દિવસ ડ્રેસ ભાડે મળી જાય

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ચણિયા ચોળી, અને ડ્રેસની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ વખતે અમદાવાદ સહિતના શહેરોમાં નવરાત્રી માટે ચણિયા ચોળી અને વિવિધ રંગબેરંગી ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં નવા પરિધાનો ખરીદવાને લઈને એક અલગ ક્રેઝ જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે છેલ્લા પાંચ સાત વર્ષની સરખામણીએ ભાડા પર મળતા અને નવરાત્રીના દસે દસ દિવસ પહેરી શકાય તેવા અવનવા કલરફુલ પરિધાનો તરફ યુવાન ખેલૈયા વળ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

ખેલૈયાઓ અને ખાસ કરીને યુવાન વર્ગના ખેલૈયાઓ નવરાત્રિના દસ દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા કરવા માટે જાણે કે થનગની રહ્યા હોય તે પ્રકારનો માહોલ તમામ શહેરોમાં જોવા મળી રહ્યો છે. દસ દિવસ સુધી અલગ પ્રકારે અલગ-અલગ વેશ પરિધાન થકી ગરબા ને ચાર ચાંદ લગાડી શકાય તે માટે ખેલૈયાઓ ખાસ નવરાત્રિના ડ્રેસની પસંદગી કરવાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે. આજના સમયે ખેલૈયાઓ નવા ડ્રેસ ખરીદવાની જગ્યા પર એક ડ્રેસની કિંમતમાં 10 જેટલા અવનવા કલરફૂલ ડ્રેસ મેળવી શકાય તે માટે ભાડે મળતા ડ્રેસ પર હવે ધીમે ધીમે નિર્ભર બની રહ્યા છે જે તેમના ખિસ્સા ખર્ચને બચાવવાની સાથે દસ દિવસ સુધી એક અલગ ટ્રેન્ડ નવરાત્રીના ગરબા દરમિયાન પૂરો પાડે છે જેને કારણે યુવાન ખેલૈયાઓ ભાડા પર મળતા ડ્રેસ પર વધુ કેન્દ્રિત થઈ રહ્યા છે  હાલ નવરાત્રીના દિવસો દરમિયાન બજારમાં 50થી લઈને એક હજાર રૂપિયા પ્રતિ દિવસ ભાડા પર નવરાત્રિમાં પહેરી શકાય તેવા અલગ અલગ પ્રકારના ડ્રેસ ભાડે મળી રહ્યા છે. જેમાં કેડિયા, ચણિયાચોળી, કળશ, ઈંઢોણી, કેપ અને હેટ કે જે ખાસ નવરાત્રી માટે તૈયાર કરાયા છે અને ખેલૈયાઓ આ ડ્રેસ પહેરવાથી પોતાની જાતને એક અલગ અંદાજમાં ગરબાના મેદાનમાં રજૂ કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code