- સીબીઆઈએ આરોપી સામે કોર્ટમાં રજુ કર્યું ચાર્જશીટ
- ચાર્જશીટમાં 200થી વધારે સાક્ષીઓના નિવેદનનો ઉલ્લેખ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને તેની હત્યાના કેસમાં સંજય રોયને હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. બીજી તરફ બળાત્કાર અને હત્યાના આ કેસમાં જુનિયર ડોક્ટરો ગયા શનિવારે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર તેમની માંગણીઓ પૂરી કરી રહી નથી, જેના પછી તેમણે હવે આમરણાંત ઉપવાસનો માર્ગ અપનાવવો પડ્યો છે.
જુનિયર ડૉક્ટર ગયા શુક્રવારે ધર્મતલા સ્થિત ડોરિના ક્રોસિંગ પર બેઠા હતા. તેમણે પશ્ચિમ બંગાળ સરકારને વચન મુજબ તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ અંગે એક જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે સમય મર્યાદામાં તેમની માંગણીઓ પૂરી કરી નથી. તેથી, અમે અમારી માંગણીઓને પૂર્ણ કરવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ, અમે સ્ટેજ પર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જ્યાં તેમના ડૉક્ટર સાથીદારો ઉપવાસ કરશે.
આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી સંજય રાયની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં મમતા બેનર્જી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ અંગે ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જી ઉપર ગંભીર આક્ષેપ કરી છે. પશ્ચિમ બંગાળ સરકાર પર કેસને હળવો કરવા અને પુરાવા છુપાવવા જેવા અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી હતી કે આ બાબતે અનેક તબીબોએ ફરજ પર જવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ઘણા પ્રયત્નો બાદ અને સંજોગોને જોતા હવે તબીબો ફરજ પર જવા લાગ્યા છે.